AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામથી ઉદ્યોગપતિના ધીરુભાઈ ખુમાણના પુત્રની ઘોડે ચડીને નહીં પરંતુ હેલિકોપ્ટરમાં જાન આવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 9:01 PM
Share

ગુજરાતમાં અને ખાસ કરીને લોકો લગ્ન પાછળ ધૂમ ખર્ચા કરે છે અને સૌરાષ્ટ્રમાં તો ઘોડે ચડીને જાન આવવાની એક પરંપરા છે. હજુ કેટલીક જ્ઞાતિઓમાં કારોના કાફલા નહીં પરંતુ ઘોડે સવાર થઈને વરરાજા જાન લઈને પહોંચે છે. પરંતુ હવે હેલિકોપ્ટરનો ટ્ર્રેન્ડ શરૂ થયો છે.

લગ્નોત્સવમાં વરરાજા માટે ખાસ હૅલોકોપટર બોલાવવામાં આવે છે. અમરેલી જિલ્લામાં એક અનોખું દૃશ્ય સામે આવ્યું છે. વરરાજા વૈભવી કાર અને અશ્વમાં જતા તમે જોયા હશે પરંતુ અહીં જાફરાબાદ તાલુકાના નાનકડા એવા લોઠપુર ગામથી અમરેલી શહેર સુધી હેલિકોપ્ટર મારફતે જાન પહોંચતા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. જાફરાબાદ પંથકના જાણીતા ઉદ્યોગપતિ અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી ધીરુભાઈ ખુમાણના પુત્ર યુવરાજના લગ્ન પ્રસંગે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વરરાજા યુવરાજ ખુમાણ અને પરિવારજનો સાથે હેલિકોપ્ટરમાં જાજરમાન જાન અમરેલી પહોંચતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા હતા.

હેલિકોપ્ટર દ્વારા જાન આવવાના સમાચાર મળતા આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. લોકો મોબાઈલમાં વીડિયો અને ફોટા કેદ કરતા જોવા મળ્યા હતા. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી ધીરુભાઈ ખુમાણ પરિવાર દ્વારા ભવ્ય લગ્નોત્સવ નું આયોજન કરવામા આવ્યું હતું

કાઠી ક્ષત્રિય સમાજમાં આ લગ્નોત્સવ વિશેષ મહત્ત્વ ધરાવતો બની રહ્યો છે. ભવ્ય આયોજન, આધુનિક સુવિધાઓ અને પરંપરાગત રિવાજોના સંયોજન સાથે યોજાયેલા આ લગ્ન પ્રસંગે સામાજિક અને વ્યાપારી ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટરથી આવેલી જાન ચર્ચાનો કેન્દ્ર બની રહી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

Breaking News: IND vs PAK મેચ પહેલા ‘No Handshake’ વિવાદ પર ભડક્યો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યુ રમવુ હોય તો દિલથી રમો..

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">