AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: ટ્રેડમાર્ક શું છે? બ્રાન્ડને આપે છે કાનૂની સુરક્ષા, જાણો તેની રજીસ્ટ્રેશનની પ્રોસેસ

કાનુની સવાલ: ટ્રેડમાર્કનો મુખ્ય હેતુ એ છે કે કોઈ અન્ય વ્યક્તિ અથવા કંપની તમારી બ્રાન્ડનું નામ અથવા લોગો ગેરકાયદેસર રીતે ઉપયોગ ન કરી શકે.

| Updated on: Feb 16, 2026 | 10:10 AM
Share
આજના સ્પર્ધાત્મક બિઝનેસ યુગમાં પોતાની ઓળખ બનાવવી અને તેને સુરક્ષિત રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. અહીં “ટ્રેડમાર્ક” મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રેડમાર્ક એ કોઈ કંપની, બ્રાન્ડ, પ્રોડક્ટ અથવા સર્વિસનું અનોખું નામ, લોગો, ચિહ્ન, ટેગલાઈન અથવા ડિઝાઇન હોઈ શકે છે, જે તેને અન્યથી અલગ ઓળખ આપે છે.

1 / 6
ભારતમાં ટ્રેડમાર્કની નોંધણી અને નિયમન Controller General of Patents, Designs & Trade Marks હેઠળ થાય છે. ટ્રેડમાર્કનો મુખ્ય હેતુ એ છે કે કોઈ અન્ય વ્યક્તિ અથવા કંપની તમારી બ્રાન્ડનું નામ અથવા લોગો ગેરકાયદેસર રીતે ઉપયોગ ન કરી શકે.

2 / 6
ટ્રેડમાર્ક ક્યાં કામ આવે છે?- બ્રાન્ડ પ્રોટેક્શન: ટ્રેડમાર્ક તમને કાનૂની હક્ક આપે છે કે તમારી બ્રાન્ડની નકલ ન થાય. બિઝનેસ વેલ્યુ વધારવા: નોંધાયેલ ટ્રેડમાર્ક કંપનીની વિશ્વસનીયતા અને માર્કેટ વેલ્યુ વધારે છે. કાનૂની કાર્યવાહી માટે આધાર: જો કોઈ તમારી બ્રાન્ડનો ગેરઉપયોગ કરે, તો તમે કોર્ટમાં કાર્યવાહી કરી શકો છો. યુનિક ઓળખ: ગ્રાહકો માટે તમારી પ્રોડક્ટ અથવા સર્વિસને ઓળખવી સરળ બને છે.

3 / 6
ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે?: 1. ટ્રેડમાર્ક સર્ચ: સૌ પ્રથમ તમે પસંદ કરેલું નામ અથવા લોગો પહેલેથી કોઈએ નોંધાવ્યું છે કે નહીં તે તપાસવામાં આવે છે. 2. અરજી દાખલ કરવી: ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે ટ્રેડમાર્ક માટે અરજી કરવામાં આવે છે. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરવું પડે છે. 3. એક્ઝામિનેશન: ટ્રેડમાર્ક ઓફિસ અરજીની સમીક્ષા કરે છે. જો કોઈ આક્ષેપ હોય તો જવાબ આપવા સમય આપવામાં આવે છે.

4 / 6
4. પબ્લિકેશન: જો અરજી સ્વીકારાય, તો તે ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત થાય છે. ચાર મહિના સુધીમાં કોઈને વાંધો હોય તો તે કહી શકે છે. 5. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ: જો કોઈ વિરોધ ન થાય તો ટ્રેડમાર્ક રજિસ્ટર થઈ જાય છે અને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

5 / 6
ટ્રેડમાર્ક કેટલા સમય માટે માન્ય હોય છે?: ભારતમાં ટ્રેડમાર્ક 10 વર્ષ માટે માન્ય હોય છે. ત્યારબાદ તેને નવીનીકરણ (renewal) દ્વારા આગળ વધારી શકાય છે. આ રીતે ટ્રેડમાર્ક માત્ર કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ તે તમારા બિઝનેસની ઓળખ અને પ્રતિષ્ઠા માટે મજબૂત ઢાલ છે. સ્ટાર્ટઅપ હોય કે મોટી કંપની – દરેક માટે ટ્રેડમાર્ક નોંધણી કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

6 / 6

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">