AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 18 શાળાઓને બોમ્બની ધમકી! વહેલી સવારે મળેલા ઈ-મેઈલ બાદ પોલીસ તંત્ર એલર્ટ

Breaking News: 18 શાળાઓને બોમ્બની ધમકી! વહેલી સવારે મળેલા ઈ-મેઈલ બાદ પોલીસ તંત્ર એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2026 | 10:54 AM
Share

શહેરમાં આજે વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે વડોદરાની કુલ ચાર શાળાઓને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જીવનસાધના, શનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલ સહિત ચાર શાળાઓના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર સવારે અંદાજે 6 વાગ્યે એક જ પ્રકારના પેટર્નથી ધમકી મોકલાઈ હતી.

શહેરમાં આજે વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે વડોદરાની કુલ 18 શાળાઓને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જીવનસાધના, શનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલ સહિત ચાર શાળાઓના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર સવારે અંદાજે 6 વાગ્યે એક જ પ્રકારના પેટર્નથી ધમકી મોકલાઈ હતી.

મેઈલમાં બપોરે દોઢ વાગ્યે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સવારે 7 વાગ્યે શાળા સંચાલકોએ મેઈલ જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.

વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડાયા

પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ શાળાઓ ખાતે પહોંચી હતી. સુરક્ષા દૃષ્ટિએ શાળાના હોસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓને તરત જ ખુલ્લા મેદાનમાં ખસેડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શાળા પરિસર તેમજ પાર્કિંગમાં રહેલા વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.

જે 18 સ્કુલને ધમકી મળી છે તેના નામ આ મુજબ છે.

  • ડી. આર. અમીન, વાસણા રોડ
  • ઉર્મી, સમાસાવલી
  • નાલંદા, વાઘોડિયારોડ
  • બરોડા હાઈસ્કુલ, બગીખાના
  • નવયુગ, સમા
  • જીવન સાધના, નાગરવાડા
  • AWS, ડભોઇ
  • શાનેન, ખોડિયાર નગર
  • ગુજરાત પબ્લિક સ્કૂલ – વાઘોડિયા
  • બ્રાઇટ સ્કૂલ – ભાયલી
  • બિલાબોંગ સ્કૂલ- વડસર
  • આત્મીય વિધાલય- માંજલપુર
  • ડોન બોસ્કો- માંજલપુર
  • ઓક્ઝેલિયમ સ્કૂલ – માંજલપુર
  • ઝેનિથ સ્કૂલ – પ્રતાપનગર
  • અમેરિકન સ્કૂલ ઓફ બરોડા – આજવા રોડ
  • બરોડા પબ્લિક સ્કૂલ – વાઘોડિયા
  • ગ્રીન વેલી સ્કૂલ – અંપાડ

પોલીસ દ્વારા મેઈલ કયા સ્ત્રોતથી મોકલાયો છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સાવચેતી સાથે તપાસ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Feb 16, 2026 10:07 AM
g clip-path="url(#clip0_868_265)">