AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર કહ્યુ પાર્ટી સમાજ સાથે અન્યાય કરશે તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે- Video

ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડવાની ધમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે કહ્યુ છે કે સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને વાર નહીં લાગે. તેમની આ ચીમકીથી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 7:49 PM
Share

ગત વિધાનસભા ચૂંટણીના સમયથી કોંગ્રેસ ગુજરાતમાં તેનુ રાજકીય અસ્તિત્વ બચાવવા માટે હવાતિયા મારી રહી છે, રોજેરોજ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને એક સાંધે ત્યાં તેર તૂટેનો સિલસિલો અટકી નથી રહ્યો. જો કે હજુ કોંગ્રેસના કેટલાક નેતાઓ બચ્યા છે જેઓ પાર્ટીને સંપૂર્ણરીતે સમર્પિત છે અને કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળવાનું અટકી રહ્યુ નથી. હવે નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો હોય તેવુ તેમની બોડી લેંગવેજ પરથી લાગી રહ્યુ છે. અનંત પટેલે એક કાર્યક્રમ દરમિયાન સભામાં કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ જો સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને કોઈ વાર નહીં લાગે. હાલ અનંત પટેલના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે જ્યારે બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

‘લાલચ કે સત્તાની ભૂખ નથી’

અનંત પટેલે કહ્યુ હું આદિવાસી સમાજમાં જન્મ્યો છુ અને આદિવાસી સમાજમાં જ રહીશ અને આ જ સમાજમાં મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારુ એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.

ધારાસભ્ય અનંત પટેલના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. છેલ્લા લાંબા સમયથી સૂત્રો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે અનંત પટેલ આપના સંપર્કમાં છે. ત્યારે અનંત પટેલનું હાલનુ નિવેદન ઘણુ સૂચક મનાઈ રહ્યુ છે અને મોટા ઉથલપાથલના સંકેત સૂચવી રહ્યુ છે.

Input Credit- Nilesh Gamit- Navsari

Breaking News: IND vs PAK મેચ પહેલા ‘No Handshake’ વિવાદ પર ભડક્યો આ પૂર્વ ભારતીય ક્રિકેટર, કહ્યુ રમવુ હોય તો દિલથી રમો..

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">