AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા”- પ્રતાપ દૂધાત

પોતાના સ્પષ્ટ, શબ્દો ચોર્યા વિના નિવેદન કરવા માટે જાણીતા અમરેલી કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી ગતિવિધિ પર મોટુ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2026 | 5:46 PM
Share

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાશિવરાત્રિના દિવસે શિવજીના દર્શને ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા રાજુ કરપડાના રાજીનામા અને આપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈ એવુ નિવેદન આપ્યુ કે ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થવા લાગી. એમ તો રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ચાલતો નથી અને નિષ્ણાતોની આ જ વાતને રિપિટ કરતા  પ્રતાપ દૂધાતે કહ્યું કે થર્ડ પાર્ટીના વિભાજન દ્વારા ગુજરાતને નુક્સાન થઈ રહ્યું છે. સાથે જ મત વિભાજનના કારણે કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા હોવાનું નિવેદન આપ્યું છે.

તો બીજી તરફ રાજુ કરપડા રાજીનામા પર નિવેદન આપતા દૂધાતે કહ્યું કે ધીમે ધીમે સાવરણાની સળીઓ વિખાઈ રહી છે તે દેખાઈ આવે છે. તેમણે કહ્યુ વર્તમાન સ્થિતિ પ્રમાણે જે રાજકીય ગણિત બેસી રહ્યુ છે એ પ્રમાણે હવે પછી ઈસુદાનનો વારો છે. આ અગાઉ તેમણે રાજુ કરપડાના રાજીનામા પર ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે રાજુ કરપડાના જે હાલ થયા છે તેવા જ હાલ ઈસુદાન ગઢવીના થવાના છે. ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે. ઈટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારીને ભાજપમાં જા રહેશે. દૂધાતના આ નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે.

Input Credit- Rahul Bagda- Amreli

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">