AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ChatGPT બનશે વધુ શક્તિશાળી, OpenClaw ના સર્જક પીટર સ્ટીનબર્ગર હવે OpenAI માં સામેલ

OpenAI એ ઓપન-સોર્સ AI ક્ષેત્રના પ્લેટફોર્મ અને OpenClaw ના નિર્માતા પીટર સ્ટીનબર્ગરને પોતાની ટીમમાં સામેલ કરી ટેક જગતમાં ખળભળાટ મચાવ્યો છે. આ જોડાણથી હવે ChatGPT માત્ર ચેટબોટ નહીં, પણ એક પાવરફુલ 'AI એજન્ટ' તરીકે ઉભરી આવશે, જે તમારા વતી જટિલ કાર્યો જાતે જ પૂર્ણ કરી શકશે.

Breaking News: ChatGPT બનશે વધુ શક્તિશાળી, OpenClaw ના સર્જક પીટર સ્ટીનબર્ગર હવે OpenAI માં સામેલ
| Updated on: Feb 16, 2026 | 2:17 PM
Share

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ AI ચેટબોટ ChatGPT બનાવતી કંપની OpenAI એ ઓપન-સોર્સ AI જગતના દિગ્ગજ એક્સપર્ટ અને OpenClaw ના નિર્માતા પીટર સ્ટીનબર્ગર (Peter Steinberger) ને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. માનવામાં આવે છે કે આ જોડાણથી ChatGPT ની કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થશે.

AI એજન્ટ્સનું ભવિષ્ય બદલાશે

પીટર સ્ટીનબર્ગર OpenAI સાથે જોડાઈને મુખ્યત્વે AI એજન્ટ્સ પર કામ કરશે. કલ્પના કરો કે એક એવું AI જે માત્ર તમારા સવાલોના જવાબ જ ન આપે, પરંતુ તમારા વતી ઈમેલ સાફ કરે, રેસ્ટોરન્ટ બુક કરે અને ફ્લાઇટ ચેક-ઈન જેવી જટિલ પ્રક્રિયાઓ પણ પોતાની મેળે જ પૂર્ણ કરી દે. પીટરનો ઉદ્દેશ્ય AI ને એટલું સરળ બનાવવાનો છે કે ટેકનોલોજીથી અજાણ સામાન્ય લોકો પણ તેનો ઉપયોગ કરી શકે.

પીટરે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે, “મારું આગામી મિશન એવું AI એજન્ટ બનાવવાનું છે જેનો ઉપયોગ મારી માતા પણ સરળતાથી કરી શકે.”

કોણ છે પીટર સ્ટીનબર્ગર?

પીટર લંડન સ્થિત એક સફળ ઉદ્યોગસાહસિક અને રોકાણકાર છે. તેમણે વિયેનાની ટેકનિકલ યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કર્યું છે. તેઓ PSPDFKit જેવી વૈશ્વિક સોફ્ટવેર કંપનીના સ્થાપક છે. ટેકનોલોજી અને બિઝનેસ ક્ષેત્રે તેમનો એક દાયકાથી વધુનો અનુભવ હવે OpenAI ના મિશનને વધુ ગતિ આપશે.

OpenClaw નું ભવિષ્ય શું?

પીટર સ્ટીનબર્ગરના OpenAI માં જોડા્યા પછી સવાલ ઉઠ્યો હતો કે તેમના લોકપ્રિય પ્રોજેક્ટ ‘OpenClaw’ (જે પહેલા ClawBot તરીકે જાણીતું હતું) નું શું થશે? આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું છે કે:

  • OpenClaw એક ફાઉન્ડેશન તરીકે ઓપન-સોર્સ જ રહેશે.
  • OpenAI આ પ્રોજેક્ટને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે.
  • પીટરનું માનવું છે કે દુનિયા બદલવા માટે નવી કંપની ઉભી કરવા કરતા OpenAI જેવી સંસ્થા સાથે જોડાવું એ વધુ ઝડપી રસ્તો છે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

ટેક એક્સપર્ટ્સ માને છે કે પીટરના આવવાથી OpenAI હવે માત્ર ‘ચેટ’ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ તે એક પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે ઉભરી આવશે. સેમ ઓલ્ટમેન અને પીટરની આ જોડી AI રિસર્ચ, સુરક્ષા અને યુઝર એક્સપિરિયન્સના ક્ષેત્રમાં નવા આયામો સર કરી શકે છે.

રેઈન્બો નેશન: નામ પાછળની કહાની અને દેશની ખાસિયત, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">