રામ મંદિરના ગર્ભગૃહમાં સંતો-મહંતો દ્વારા કરવામાં આવી પૂજા, જુઓ મંદિરના ગર્ભગૃહનો વીડિયો
22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે. સમગ્ર દેશમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટના ઘણા સ્ટાર્સને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અત્યાર સુધીમાં લગભગ 6 હજાર ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ એટલે કે 22મી જાન્યુઆરીએ પ્રશાસને જોરદાર તૈયારીઓ કરી છે. આકાશથી લઈને રસ્તા સુધી હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે અયોધ્યામાં પરમિટ વિના કોઈપણ વાહનના પ્રવેશ પર પ્રતિબંધ છે, જ્યારે આકાશ માર્ગે ટ્રાફિકને લઈને પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
PM મોદીની અપીલ, 22મી જાન્યુઆરીની સાંજે દિવાળીની ઉજવણી કરો
અયોધ્યામાં રામલલ્લાના “પ્રાણ પ્રતિષ્ઠા” સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થઈ ચુકી છે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાન્ત દીક્ષિત રામલલ્લાની વિધિની મુખ્ય વિધિ કરી. અયોધ્યામાં 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવણી શરૂ કરી દીધી છે.
22 જાન્યુઆરીની સાંજે દિવો કરો
ભગવાન રામનું જન્મસ્થળ અયોધ્યામાં ભારતના લોકો માટે મહાન આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. પીએમ મોદીએ લોકોને 22 જાન્યુઆરીની સાંજે શ્રી રામ જ્યોતિ પ્રગટાવવા અને દિવાળીની ઉજવણી કરવાની અપીલ કરી છે. તેમણે લોકોને કહ્યું કે 22 જાન્યુઆરીની સાંજે જગમગતી હોવી જોઈએ.
મોટા ભાગના લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપી દેવામાં આવ્યા
ત્યારે આજે એટલે કે 17મી જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં જ્યા ભગવાન રામની મુર્તીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે જગ્યાએ પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંદિરની આ જગ્યા પર ભગવાન રામને બીરાજમાન કરવામાં આવશે, ત્યારે સમગ્ર દેશમાં તેની તૈયારી શરૂ થઈ ગઈ છે, મોટા ભાગના લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપી દેવામાં આવ્યા છે.
Shri Ram Janmbhoomi Teerth Kshetra trust member and Nirmohi Akhara’s Mahant Dinendra Das and priest Sunil Das perform pooja in ‘Garbha Griha’ of #AyodhyaRamTemple . #Tv9News pic.twitter.com/YW8ZGgQFbb
— Tv9 Gujarati (@tv9gujarati) January 17, 2024
આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં 6 હજારથી વધારે મહેમાનો ભાગ લેશે, મહેમાનોમાં દેશના રાજનેતાઓ, બોલીવુડના સ્ટાર, ક્રિકેટર સહિત અનેક લોકો હાજર રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસ અને પૂજારી સુનીલ દાસ ગર્ભગૃહમાં પૂજા કરી હતી.