Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને આપી મંજૂરી, હવે દેશમાં વકફનો નવો કાયદો આવ્યો અમલમાં

સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. લોકસભામાં, તેના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા. બંને ગૃહોમાં વિપક્ષી પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.

રાષ્ટ્રપતિએ વકફ સુધારા બિલને આપી મંજૂરી, હવે દેશમાં વકફનો નવો કાયદો આવ્યો અમલમાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2025 | 10:26 AM

સંસદના બંને ગૃહો દ્વારા બહુમતીથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં, વક્ફ સુધારા બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. અગાઉ લોકસભામાં, તેના પક્ષમાં 288 મત પડ્યા હતા અને તેની વિરુદ્ધ 232 મત પડ્યા હતા. બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ આનો ભારે વિરોધ કર્યો. વિરોધ પક્ષોના નેતાઓએ તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી.

બિલ અંગે સરકારનો દાવો

આ બિલ અંગે, સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપશે. ગરીબ મુસ્લિમો જે તેમના અધિકારોથી વંચિત હતા તેમને તેમના અધિકારો મળશે. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે
41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા

વકફ બિલને નવુ નામ મળ્યું

રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા સુધારા અને મંજૂરી બાદ, આ બિલનું નામ હવે યુનિફાઇડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) થઈ ગયું છે. આ કાયદો ખાતરી કરે છે કે મહિલાઓને વકફ મિલકતો પર સમાન વારસાગત અધિકારો મળે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

બિલની મુખ્ય જોગવાઈઓ શું છે?

વક્ફ બોર્ડનું માળખું: બોર્ડમાં ઇસ્લામના તમામ વિચારધારાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે, જેમાંથી ચારથી વધુ બિન-મુસ્લિમ નહીં હોય.

વકફ મિલકતો પર નિયંત્રણ: વકફ બોર્ડની દેખરેખ રાખવા અને મિલકતોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવા માટે ચેરિટી કમિશનરની નિમણૂક કરવાનો પ્રસ્તાવ છે.

મહિલાઓ અને અનાથોના અધિકારોનું રક્ષણ: કોઈપણ વ્યક્તિ પોતાની મિલકતને વકફ તરીકે જાહેર કરી શકે છે પરંતુ વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથોની માલિકીની મિલકતોને વકફ તરીકે જાહેર કરી શકાતી નથી.

વિવાદોના નિરાકરણ માટે ટ્રિબ્યુનલ: દેશભરમાં 31,000 થી વધુ વકફ સંબંધિત કેસ પેન્ડિંગ હોવાથી, વકફ ટ્રિબ્યુનલને મજબૂત બનાવવામાં આવ્યા છે. અસંતુષ્ટ પક્ષ સિવિલ કોર્ટમાં જઈ શકે તે માટે અપીલની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.

રાષ્ટ્રીય સંપત્તિ અને સ્મારકોનું રક્ષણ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળની મિલકતોને વકફ તરીકે જાહેર કરી શકાતી નથી.

બિલ કેમ લાવવામાં આવ્યું?

સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ ગૃહમાં કહ્યું હતું કે, 2006 માં દેશમાં 4.9 લાખ વકફ મિલકતો હતી, જેનાથી ફક્ત 163 કરોડ રૂપિયાની આવક થતી હતી. 2013ના સુધારા પછી પણ આ આવકમાં માત્ર 3 કરોડ રૂપિયાનો વધારો થયો. હાલમાં દેશમાં 8.72 લાખ વકફ મિલકતો છે પરંતુ તેમનું સંચાલન અસરકારક બનાવવાની જરૂર હતી.

વકફ સુધારા બિલ સહીત દેશમાં રોજબરોજ બનતી નાની મોટી પરંતુ મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">