તમારા શહેરમાં હીટવેવ આવશે કે નહીં? હવામાન વિભાગ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે લૂની આગાહી?
હાલ દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને સૂરજદેવ તેમનો આકરો મિજાજ બતાવી રહ્યા છે. દેશના અનેક શહેરોમાં હીટવેવનો કેર યથાવત છે. મૌસમ વિભાગે પહેલીવાર ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં માટે એલર્ટ જારી કરી ચેતવણી આપી છે. ત્યારે સવાલ એ છે કે એ કેવી રીતે જાણી શકાય છે કે આપણા શહેરમાં હીટવેવ ચાલી રહી છે કે નહીં?

ઉનાળાની ઋતુ શરૂ થતા જ દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો સતત ઉંચે જતો રહે છે. એ સાથે હીટવેવ, એટલે કે લૂની સ્થિતિ પણ ગંભીર બની જાય છે. હાલ ભારતમાં હવામાન વિભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત છ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રીને પહોંચી ગયુ છે, રાજસ્થાનના બાડમેરમાં તો પારો સીધો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ સંજોગોમાં દરેક વ્યક્તિના મનમાં એક સામાન્ય સવાલ થતો હોય છે કે હવામાન વિભાગ (India Meteorological Department – IMD) કેવી રીતે નક્કી કરે છે કે ક્યાં હીટવેવ ચાલી રહી છે? અને તેનો અંદાજ અગાઉથી કેવી રીતે લગાવવામાં આવે છે? હવામાન વિભાગ(India Meteorological Department) જણાવે છે કે હીટવેવ ચાલી રહી છે કે નહીં, તે તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. લઘુતમ અને...