અમેરિકાએ આપી ભારતીય વિદ્યાર્થીઓને ધમકી અને લગાવ્યા આરોપો, કહ્યું – ભાગી જાઓ નહીંતર…
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કારણે દુનિયામાં એક નવું ટેરિફ યુદ્ધ શરૂ થયું છે. બધા દેશો આ ટેરિફ યુદ્ધથી પરેશાન છે. હવે ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓ સામે જે રીતે વલણ અપનાવ્યું છે તેનાથી એક નવી સમસ્યા ઊભી થઈ છે.

ટેરિફ વોર વચ્ચે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે અને શક્ય હોય તેટલી વહેલી તકે દેશ છોડવાની ધમકી આપી છે. આ વિદ્યાર્થીઓ પર વિચિત્ર આરોપો લગાવવામાં આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે, જેમને કોર્ટ દ્વારા નિર્દોષ સાબિત કરવામાં આવ્યા છે. નિર્દોષ હોવા છતાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને એક ઈ-મેલ મોકલવામાં આવેલ છે અને કહેલું છે કે, પાછા જતા રહો નહીંતર તેમને બળજબરીથી ડિપોર્ટ કરવામાં આવશે.
ટેરિફ વોર વચ્ચે, હવે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને ભારતીય વિદ્યાર્થીઓને શક્ય હોય તેટલી વહેલી તકે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને શક્ય હોય તેટલી વહેલી તકે દેશ છોડીને ભાગી જવાનો ઈ-મેલ કરવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો તમે પોતે ભાગી નહીં જાઓ, તો અમે તમને ભગાડીશું.
ખાસ વાત એ છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવી રહેલા ઈ-મેલમાં તેમના પર આરોપો લગાવવામાં આવ્યા છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અમેરિકન કોર્ટમાં નિર્દોષ સાબિત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કારણે દુનિયામાં એક નવું ટેરિફ યુદ્ધ શરૂ થયું છે. બધા દેશો આ ટેરિફ યુદ્ધથી પરેશાન છે. હવે ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓ સામે જે રીતે વલણ અપનાવ્યું છે તેનાથી એક નવી સમસ્યા ઊભી થઈ છે. અમેરિકાએ વિશ્વના ઘણા વિદ્યાર્થીઓને અમેરિકા છોડવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેઓને આ અંગે ઈ-મેલ પણ કરવામાં આવેલ છે.
ટ્રમ્પ સરકારે લગાવ્યા આ આરોપો
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા ઈ-મેલમાં તેમના પર દારૂ પીને વાહન ચલાવવા અને ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, ઈ-મેલ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓને યુએસ કોર્ટ દ્વારા પહેલાથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકન મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રમ્પ સરકાર વિરુદ્ધ કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
ઇઝરાયલની ટીકા કરતા વિદ્યાર્થીઓ માટે હવે ‘નો-એન્ટ્રી’
અમેરિકાએ તાજેતરમાં જ વિઝા માટે એક નવો નિયમ બનાવ્યો હતો. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું હતું કે, માર્ચથી અમેરિકામાં વિઝા માટે અરજી કરનારાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. આનો હેતુ સોશિયલ મીડિયા પર કોઈપણ રીતે ઇઝરાયલ અથવા અમેરિકાની ટીકા કરનારા લોકોને અમેરિકા આવતા અટકાવવાનો હતો. આ ઉપરાંત, રુબિયોએ અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવાનું પણ કહ્યું હતું. જો કે, આના પછી જ અમેરિકામાં વિઝા રદ કરવાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે.
વિદ્યાર્થીઓ મુકાયા મૂંઝવણમાં
ટ્રમ્પના આવા નિર્ણયોને કારણે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. કેટલાક વિદ્યાર્થીઓ ટ્રમ્પ સામે ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, લાખો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓ અહીં ડિગ્રી મેળવવા આવે છે અને આ અમેરિકન સરકાર અલગ-અલગ આદેશો આપીને તેમને ડિગ્રી પૂર્ણ કરતા અટકાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટાભાગના વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે કે જો તેઓ ડિગ્રી પ્રોગ્રામ અધવચ્ચે જ છોડી દેશે તો તેઓ પોતાનો અભ્યાસ કેવી રીતે પૂર્ણ કરશે.
વિદેશમાં આકાર પામતી અવનવી ઘટનાઓ અને સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.