Mahashivratri 2023: ઈશા યોગ કેન્દ્રમાં સદગુરૂનો મોટો કાર્યક્રમ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રહેશે હાજર, 16 ભાષામાં કરવામાં આવશે ઓનલાઈન સ્ટ્રીમિંગ
ઈશા યોગ કેન્દ્રમાં યોજાનાર આ કાર્યક્રમ ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ સમારોહ 18 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સવારે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન સદગુરૂ જગ્ગી વાસુદેવ હાજર રહેશે.
દેશભરમાં આજે મહાશિવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરે કોઈમ્બતૂરના જાણીતા આદિયોગી સ્થળ પર પણ એક મોટુ આયોજન થઈ રહ્યુ છે. આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવના આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પણ ભાગ લેશે.
ઈશા યોગ કેન્દ્રમાં યોજાનાર આ કાર્યક્રમ ખુબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ સમારોહ 18 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સવારે 6 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન સદગુરૂ જગ્ગી વાસુદેવ હાજર રહેશે.
મહાશિવરાત્રી સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન માધ્યમથી 16 ભાષાઓમાં કરવામાં આવશે. તે સિવાય અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, મરાઠી સહિત અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં મહત્વપૂર્ણ ટેલિવિઝન નેટવર્ક પર તેનું પ્રસારણ થશે. આ કાર્યક્રમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તમિલનાડુ પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મૂની તમિલનાડુનો આ પ્રથમ પ્રવાસ છે.
It’s our privilege to have Beloved President of India Smt. #DroupadiMurmu on this auspicious night of Mahashivratri at the Isha Yoga Center, Coimbatore. -Sg @rashtrapatibhvn #Mahashivratri2023 pic.twitter.com/0es7dmAqcN
— Sadhguru (@SadhguruJV) February 18, 2023
આ પણ વાંચો: Gujarati Video : ભવનાથ તળેટીમાં 10 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા, ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવી
શ્રી મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પહોંચ્યા રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ
તેની વચ્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે મદુરાઈમાં શ્રી મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી. રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પ્રથમ પ્રવાસ પર આવેલા રાષ્ટ્રપતિ મુર્મૂ જ્યારે બપોરે પ્રાચીન મંદિરમાં પહોંચ્યા તો મંદિર તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ લગભગ 1 કલાક મંદિર પરિસરમાં વિતાવ્યો.
આ પહેલા તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિ અને પ્રદેશના માહિતી ટેકનોલોજી મંત્રી ટી માનો થંગરાજે મદુરાઈ એરપોર્ટ પર પહોંચવા પર મુર્મૂનું સ્વાગત કર્યુ. આ દરમિયાન રવિ પરંપરાગત તમિલ પહેરવેશ ધોતી અને શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા.
રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મદુરાઈમાં મીનાક્ષી અમ્માના દર્શનની સાથે તમિલનાડુનો પ્રવાસ શરૂ કર્યો. તેમને દેવી મા પાસે તમામ લોકોની કુશળતા માટે પ્રાર્થના કરી.
રાષ્ટ્રપતિ ભવને પણ એક તસ્વીર શેયર કરી, જેમાં એક બાળકીને મુર્મૂનું અભિવાદન કરતા જોઈ શકાય છે. સર્કિટ હાઉસમાં ઘણા સમયના પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ કોઈમ્બતૂર જશે. જ્યા તે ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રી મહોત્સવમાં સામેલ થશે.