ગંગા નદીના પાણીને સાફ કરીને વેચવા પર વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર, IOCL ખરીદનાર બનશે

NMCGના મહાનિર્દેશકે કહ્યું કે અમે આયુષ મંત્રાલય સાથે પણ વાત કરી રહ્યા છીએ કે કુદરતી ખેતી તરીકે નદી કિનારે આ પાણીમાંથી ઔષધીય છોડ કેવી રીતે ઉગાડી શકાય.

ગંગા નદીના પાણીને સાફ કરીને વેચવા પર વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર, IOCL ખરીદનાર બનશે
central government is considering purifying and selling Ganga river water
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 3:33 PM

સરકાર ગંગા નદીના (Ganga River) ગંદા પાણીને ટ્રીટ કર્યા પછી વેચવાના માર્ગો પર વિચાર કરી રહી છે. આ માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ ટ્રીટેડ પાણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil corporation Limited)ને વેચવામાં આવશે. ગંગા બેસિન (Ganga Basin)માં લગભગ 12,000 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD) ગંદુ પાણી ભેગુ થાય છે.

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના ડિરેક્ટર જનરલ (DG) અશોક કુમારે જણાવ્યું હતું કે એજન્સી લગભગ એક મહિનામાં IOCLને ટ્રીટેડ વોટર વેચવાનું શરૂ કરશે. DG અશોક કુમારે કહ્યું, ‘અમે આ પ્રોજેક્ટ મથુરાથી શરૂ કરી રહ્યા છીએ, જે અંતર્ગત 20 MLD ટ્રીટેડ વોટર IOCLને આપવામાં આવશે. ત્યાં એક ઓઈલ રિફાઈનરી છે અને IOCLની જરૂરિયાત મુજબ મથુરા રિફાઈનિંગ પ્લાન્ટ (STP)માંથી ટ્રીટેડ પાણી પૂરું પાડવામાં આવશે.

દેશમાં સૌપ્રથમ વખત ઓઈલ રિફાઈનરીએ ટ્રીટેડ વોટરનો કર્યો ઉપયોગ

“અમને આશા છે કે એકાદ મહિનામાં અમે આ પ્રોજેક્ટ શરૂ કરી શકીશું અને દેશમાં આ પ્રથમ વખત બનશે કે ઓઈલ રિફાઈનરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરશે,” તેમણે કહ્યું કે ગંગામાંથી એકત્ર થયેલ ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)માં ટ્રીટ કરવામાં આવશે અને પછી તે ઉદ્યોગોને વેચી શકાય કારણ કે તે તેમના માટે યોગ્ય છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તેમણે કહ્યું ‘નહાવા માટેનું શુદ્ધ પાણી જે સારા ધોરણનું છે તેનો ઉપયોગ ઉદ્યોગો કરી શકે છે. તે નદીઓના સારા પાણીનો ઉપયોગ ઘટાડવામાં પણ મદદ કરશે. NMCGના ડીજીએ કહ્યું કે એજન્સી આયુષ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહી છે કે કેવી રીતે કુદરતી ખેતીના ભાગ રૂપે નદી કિનારે ઔષધીય છોડ ઉગાડી શકાય.

હવે ‘અર્થ ગંગા’નું ધ્યાન

NMCGના મહાનિર્દેશકે કહ્યું કે અમે આયુષ મંત્રાલય સાથે પણ વાત કરી રહ્યા છીએ કે કુદરતી ખેતી તરીકે નદી કિનારે આ પાણીમાંથી ઔષધીય છોડ કેવી રીતે ઉગાડી શકાય. જેનાથી ખેડૂતો પોતાની આજીવિકા માટે નદી કિનારે ઔષધીય છોડની ખેતી કરી શકશે. તેમણે કહ્યું કે NMCGનું ધ્યાન હવે ‘અર્થ ગંગા’ પર છે. તેનો અર્થ લોકોને નદીઓ સાથે જોડવાનો અને બંને વચ્ચે આર્થિક સંબંધ બનાવવાનો છે. અમે છેલ્લા બે મહિનાથી અર્થ ગંગા માટે સઘન કામ કરી રહ્યા છીએ.

મોદી સરકારે વર્ષ 2015માં ‘નમામિ ગંગે’ મિશન શરૂ કર્યું છે. તેનો હેતુ ગંગા શુદ્ધિકરણની તમામ યોજનાઓને એકીકૃત કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ રૂ. 30,255 કરોડના ખર્ચે કુલ 347 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના જંગલ સફારીમાં લવાયેલાં 163 પશુ પક્ષીઓમાંથી 53નાં મોત થઈ ગયાં

આ પણ વાંચો: રાજસ્થાનના ધારાસભ્યના આક્ષેપનો ભાજપે આપ્યો વળતો જવાબ, પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યુ ”ભાજપ પોતાના જ ધારાસભ્યોને સાચવી નથી શકતી”

g clip-path="url(#clip0_868_265)">