રાજસ્થાનના ધારાસભ્યના આક્ષેપનો ભાજપે આપ્યો વળતો જવાબ, પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યુ ”ભાજપ પોતાના જ ધારાસભ્યોને સાચવી નથી શકતી”
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકોટમાં ગરમાવો વધી રહ્યો છે. રાજસ્થાનના ધારાસભ્ય સંયમ લોઢાએ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું ટ્વીટ કર્યુ હતુ. જેનો ભાજપે વળતો જવાબ આપ્યો છે.
વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને ભલે વાર હોય, પરંતુ રાજકીય માહોલ અત્યારથી જ ગરમાઈ રહ્યો છે. રાજસ્થાનના ધારાસભ્ય સંયમ લોઢાએ ભાજપ (BJP) પર કોંગ્રેસના (Congress) ધારાસભ્યોને તોડવાના પ્રયાસનો આરોપ લગાવ્યો. તેમણે એક ટ્વીટ કરતા વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે. આ ટ્વીટનો જવાબ આપવા ખુદ ભાજપના મહામંત્રી મેદાનમાં ઉતર્યા છે. ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા (Pradipsinh Vaghela)એ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પોતાના જ ધારાસભ્યોને સાચવી નથી શકતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકોટમાં ગરમાવો થઈ રહ્યો છે. રાજસ્થાનના ધારાસભ્ય સંયમ લોઢાએ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું ટ્વીટ કર્યુ હતુ. જેનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો અને તેથી જ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરે છે. જોકે તેઓએ દાવો કર્યો કે દેશમાં માત્ર ભાજપ જ વિશ્વાસપાત્ર પક્ષ છે અને આ જ વિશ્વાસ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ તરફ આકર્ષે છે.
મહત્વપૂર્ણ છે કે સંયમ લોઢાએ ટ્વીટ દ્વારા ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસને સતર્ક રહેવા અપીલ કરી હતી. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે શું વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર પક્ષ પલટાની મોસમ શરૂ થશે? શું રાજ્યમાં ફરી કોંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ શરૂ થશે? શું કોંગ્રેસના 10 ધારાસભ્યો પક્ષ પલટાની તૈયારીમાં છે?
આ પણ વાંચો- Amreli: સિંહોનું ઘર એવા મિતિયાલા અભ્યારણ્યની બોર્ડર નજીક ડુંગર વિસ્તારમાં લાગી ભીષણ આગ, વન વિભાગ દોડતુ થયુ