15 April 2025

લેન્સ પહેરનારાઓ સાવચેત રહેજો, ગરમીમાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ગરમીની સિઝનમાં આપણે શરીરની તકેદારી તો રાખીએ જ છીએ પરંતુ આંખની સંભાળ આપણે ખાસ કરતાં નથી.

આંખની સંભાળ

આંખોનું ધ્યાન રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી બને છે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોઈએ.

કોન્ટેક્ટ લેન્સ

કોન્ટેક્ટ લેન્સ ખૂબ જ પાતળા, ટ્રાન્સપરેન્ટ અને ગોળાકારના નાનકડા લેન્સ હોય છે. આ લેન્સને આંખોની કોર્નિયા પર પહેરવામાં આવે છે.

ટ્રાન્સપરેન્ટ લેન્સ

લેન્સનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે આપણને દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ ન દેખાય. જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ધ્યાન રાખવું

કોન્ટેક્ટ લેન્સ UV કિરણોથી પૂરેપૂરા સુકશીત નથી હોતા. જ્યારે તમે તડકામાં બહાર નીકળો ત્યારે UV પ્રોટેક્શનના સનગ્લાસ પહેરો, જેથી આંખોમાં થતા બળતરાથી તમે બચી શકો છો. બીજું કે, આંખો જલ્દી સુકાઈ જતી હશે તો તેનાથી પણ તમને રાહત મળશે.

સનગ્લાસ

ગરમીમાં આંખો જલ્દી સુકાઈ જાય છે. લેન્સ પહેરનાર વ્યક્તિઓને આ બાબત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવા સંજોગોમાં વ્યક્તિએ વધુ માત્રામાં પાણી પીવું જોઈએ અને ડોક્ટરની સલાહ લઈને આંખોમાં 'ડ્રોપ્સ' નાખવા.

પાણી પીવું

હંમેશા હાથ ધોઈને જ લેન્સ લગાવવા. હાથ ધોયા વગર જો લેન્સ લગાડવામાં આવે તો આંખોને ઇન્ફેકશન લાગી શકે છે. આથી હંમેશા હાથ ધોઈને જ લેન્સ લગાવવા અને નિકાળવા.

હાથ ધોવા 

સ્વિમિંગ કરતી વખતે અને વરસાદી વાતાવરણથી બચવું જોઈએ. જો આ પાણી આંખોમાં જતું રહે તો લેન્સ અને લેન્સની સાથે રહેલ બેક્ટેરિયા આંખોમાં જઈ શકે છે. આથી જ ,  સ્વિમિંગ કરતી વખતે અને સ્નાન કરતાં સમયે લેન્સ નીકાળી દેવા જોઈએ.

સ્વિમિંગ કરતી વખતે

ગરમીની સિઝનમાં ACનો ઉપયોગ ના બરાબર જ કરવો હિતાવહ છે.  ACમાં રહેવાથી આંખોની ડ્રાયનેસ વધી જાય છે. જો તમે AC રૂમમાં હોવ તો વારંવાર આંખો ઝબકાવતા રહો અને જરૂર પડે તો 'આઈ ડ્રોપ્સ' પણ નાખો.

ACનો ઉપયોગ

ગરમીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે. આથી, લેન્સનો ઉપયોગ કર્યા બાદ તેને સાફ કરો અને તેની એક્સપાયરી ડેટ ચેક કરતા રહો. 

એક્સપાયરી ડેટ