AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર યુવક નીકળ્યો માનસિક અસ્થિર ? સોશિયલ મીડિયામાં હતો ખૂબ એક્ટિવ

અભિનેતા સલમાન ખાનને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપનાર યુવક મામલે નવો ખુલાસો થયો છે. મુંબઇ પોલીસ અને વડોદરા પોલીસે તપાસ દરમિયાન યુવકના માનસિક સ્થિતિ અંગે ચિંતાજનક વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ, 26 વર્ષીય મયંક પંડ્યા, જે વડોદરાના રવાલ ગામનો રહેવાસી છે, તે અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકીની ઘટના પાછળનો મુખ્ય શખ્સ હોવાનું સામે આવ્યું છે.

Vadodara : અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર યુવક નીકળ્યો માનસિક અસ્થિર ? સોશિયલ મીડિયામાં હતો ખૂબ એક્ટિવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2025 | 2:13 PM
Share

અભિનેતા સલમાન ખાનને સોશિયલ મીડિયા મારફતે ધમકી આપનાર યુવક મામલે નવો ખુલાસો થયો છે. મુંબઇ પોલીસ અને વડોદરા પોલીસે તપાસ દરમિયાન યુવકના માનસિક સ્થિતિ અંગે ચિંતાજનક વિગતો બહાર આવી છે. મળતી માહિતી મુજબ, 26 વર્ષીય મયંક પંડ્યા, જે વડોદરાના રવાલ ગામનો રહેવાસી છે, તે અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકીની ઘટના પાછળનો મુખ્ય શખ્સ હોવાનું સામે આવ્યું છે.

પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કાવતરૂં રચ્યું ?

મયંકે સોશિયલ મીડિયા પર પ્રસારિત એક મેસેજ મારફતે સલમાન ખાનને ધમકી આપી હતી. આ મામલે મુંબઇના વરલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મયંક પંડ્યા માનસિક રીતે અસ્થિર છે અને તેની દવાઓ પણ ચાલુ છે. પોલીસે તેના પરિવારજનો સાથે વાત કર્યા બાદ જણાવ્યું કે મયંક ઘણા સમયથી માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે તેણે માત્ર સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કાવતરૂં રચ્યું હતું.

મયંકનો ફોન કરાયો જપ્ત

મુંબઈ અને વડોદરા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન મયંકનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ મયંક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતો અને ઘણી વાર અલગ-અલગ ગ્રુપ્સમાં જોડાઈ જઈને પોતાનું ધ્યાન ખેંચાવવાનો પ્રયાસ કરતો હતો.

પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ આપી

મુંબઇ પોલીસે મયંકને સ્વાસ્થ્ય સંબંધિત તમામ દસ્તાવેજો સાથે પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ આપી છે. હાલ સુધીમાં મળેલી માહિતીના આધારે મામલો ગંભીર માનવામાં આવતો હોવા છતાં, યુવકની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી માટે મેડિકલ રિપોર્ટ અને મનોવિજ્ઞાનિકોની સલાહ લેવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

મહત્વનું કે સમાચાર  આ પહેલા ‘વર્લી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ પર અભિનેતા સલમાન ખાન માટે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો કે અભિનેતાને તેના ઘરે ઘુસી મારી નાખવામાં આવશે.’ તેમજ તેની ગાડીને બોમ્બથી ઉડાવી દેશે. જે પછી પોલીસે મેસેજ કરનારની શોધખોળ શરુ કરી દીધી હતી.

Follow Us
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
દીપડાની શોધખોળમાં ફોરેસ્ટની ટીમ સાણંદ તરફ રવાના
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે, સામાજિક કાર્યોમાં તમારી રુચિ વધશે
g clip-path="url(#clip0_868_265)">