Exit Poll Result 2024 : મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોણ બનશે કિંગ, કોણે જોવી પડશે રાહ…પરિણામો પહેલા આજે એક્ઝિટ પોલ

Maharashtra Jharkhand Exit Poll : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન, આજે બુધવારે સાંજે પૂર્ણ થશે. મહારાષ્ટ્રની 288 બેઠકો પર એક જ તબક્કામાં, જ્યારે ઝારખંડમાં આજે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુખ્ય હરીફાઈ મહાયુતિ vs મહાવિકાસ અઘાડી વચ્ચે છે. આજે સાંજે એક્ઝિટ પોલ જાહેર થશે, જે માત્ર પરિણામનો અંદાજ હશે. વાસ્તિવિક પરિણામ તો 23 નવેમ્બરે જાહેર થશે.

Exit Poll Result 2024 : મહારાષ્ટ્ર-ઝારખંડમાં કોણ બનશે કિંગ, કોણે જોવી પડશે રાહ...પરિણામો પહેલા આજે એક્ઝિટ પોલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2024 | 12:18 PM

Exit Poll 2024 : આજે (બુધવાર 20મી નવેમ્બરે) સાંજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે મહારાષ્ટ્રમાં, લોકો એક તબક્કામાં તમામ 288 બેઠકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તો ઝારખંડમાં, બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે ગત 13 નવેમ્બરે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં આજે એક જ તબક્કાની તમામે તમામ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય યુપીની 9 વિધાનસભા સીટો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. કેરળની હાઈપ્રોફાઈલ સંસદીય બેઠક વાયનાડમાં પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન બાદ પરિણામની રાહ જોવામાં આવશે, જે 23 નવેમ્બરે આવશે. પરંતુ તે પહેલા આજે સાંજે એક્ઝિટ પોલ આવશે, જેમાં વિવિધ ન્યૂઝ ચેનલો જણાવશે કે કોણ જીતી રહ્યું છે. એક્ઝિટ પોલના આંકડા અંતિમ નહીં હોય, તે માત્ર એક અંદાજ હોય છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને MVA વચ્ચે ટક્કર

મહારાષ્ટ્રમાં, જ્યાં મહાયુતિ સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) મજબૂત પુનરાગમનની આશા રાખી રહી છે. મહાગઠબંધનમાં ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસે 101 ઉમેદવારો, શિવસેના (UBT)એ 95 ઉમેદવારો અને NCP (શરદ પવાર)એ 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) સહિતની નાની પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે, જેમાં BSP 237 ઉમેદવારો અને AIMIM 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ચૂંટણી પ્રચાર દરમિયાન, વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ઘણા કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લીકાર્જૂન ખરગે વગેરેએ પોતપોતાના ઉમેદવારો માટે મત મેળવવા માટે રાજ્યમાં ચૂંટણી સભાઓ સંબોધી હતી. મહાગઠબંધનમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની NCPનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધન મહિલાઓ માટે તેની લોકપ્રિય યોજનાઓ જેવી કે મારી લડકી બહેન દ્વારા સત્તા જાળવી રાખવાની આશા સેવી રહ્યું છે.

ઝારખંડમાં પરંપરા ચાલુ રહેશે કે સોરેન ઇતિહાસ રચશે?

ઝારખંડમાં સત્તારૂઢ ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર જંગ છે. જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન તેની કલ્યાણકારી યોજનાઓના આધારે સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે ભાજપ હિન્દુત્વ, બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી અને વર્તમાન સરકારના ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં વિધાનસભાની 81 બેઠકો છે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન આજે 20 નવેમ્બરે થઈ રહ્યું છે. જો સોરેન સત્તામાં પરત ફરશે તો તેઓ ઈતિહાસ રચશે. જો તેઓ હારશે તો ઝારખંડમાં 24 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે.

આ પણ વાંચો : Assembly Election 2024 Voting LIVE મહારાષ્ટ્રમાં ધીમુ મતદાન, સવારના 11 વાગ્યા સુધીમાં 18.14 ટકા મતદાન, ઝારખંડમાં 31.37 ટકા મતદાન

g clip-path="url(#clip0_868_265)">