ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર…. વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ

ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી.

ગોવા નહીં ગુજરાત બની રહ્યું છે ડોલ્ફિનનું ઘર.... વેકેશનમાં તેને નજીકથી જાણવા અને માણવા અહીં વહેલી તકે પહોંચી જાઓ
Follow Us:
| Updated on: May 04, 2024 | 2:20 PM

ભારતમાં ડોલ્ફિનનો ઉલ્લેખ થાય એટલે તુરંત ગોવા નજર સામે આવે છે. ગોવા જઈને તમે ડોલ્ફિનને નજીકથી જોઈ શકો છો. અહીંના પાલોલેમ બીચ, કોકો બીચ, કેવેલોસીમ બીચ, સિંકવેરિમ બીચ, મોર્જિમ બીચ પર વહેલી સવારે દરિયાની લહેરોમાં ડોલ્ફિન જોવાની ખૂબ મજા આવે છે.જોકે હવે ગોલફિન જોવા ગોવા સુધી જવાની જરૂર નથી.

અત્યંત સુંદર અને પ્રેમાળ સ્વભાવના આ જીવ ગુજરાતને તેનું નવું ઘર બનાવી રહ્યા છે. 1600 કિલોમીટર કોસ્ટ લાઈન ધરાવતા ગુજરાતમાં કચ્છથી લઈ વલસાડ સુધી ડોલ્ફિનની હાજરી જોવા મળી રહી છે.

તાજેતરમાંજ વલસાડ નજીક સમુદ્ર કિનારે બે ડોલ્ફિન જોવા મળી હતી

તાજેતરમાં વલસાડ નજીકનો એક વિડીયો સામે આવ્યો છે. અહીં દહાણુ નજીકના અરબ સમુદ્રના કિનારે બે ડોલ્ફિન નજરે પડી હતી. આ પહેલો મામલો નથી જયારે અરબ સમુદ્રમાં ડોલ્ફિન નજરે પડી હોય પણ પોતાના સુંદર દેખાવ અને છટાના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતી ડોલ્ફિને ફરી પોતાની હાજરી નોંધાવી હતી. ડોલ્ફિન શિકાર કરતા કરતા કિનારા પર આવી ગઈ હતી પરંતુ ભરતી ઉતરી જતા બે ડોલ્ફિન છીછરા પાણીમાં ફસાઈ ગઈ હતી. એક સમયે પાણીના અભાવે બંને ડોલ્ફિન મૃત્યુ પામે તેવો પણ ભય દેખાયો હતો પણ પ્રકૃતિ પ્રેમી સ્થાનિકોએ બંને ડોલ્ફીનને રેસ્ક્યુ કરી સલામત સમુદ્રમાં મુક્ત કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

દક્ષિણ ગુજરાતમાં માત્ર વલસાડના સમુદ્ર કિનારે જ નહીં પણ સુરતનજીક અને નર્મદાના પાણી સુધી ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે. જળચરના નિષ્ણાંત રમેશ દવેએ જણાવ્યું હતું કે ખોરાક માટે ઉત્તમ સ્થળ અને રહેવા અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થતા ગુજરાત ડોલ્ફિનનું નવું ઘર બની રહ્યું છે તેમ કહીએ તો અતિશયોક્તિ કહેવાશે નહીં.

ગુજરાતનો દરિયાકાંઠો દરિયાઈ જીવોની વિવિધતાના ખજાના સમાન છે

ગુજરાતનો સમુદ્ર હિલ્સા સહીત અનેક માછલીઓ અને ડોલ્ફિન પ્રજાતિઓની હાજરી ધરાવે છે અને જે મુલાકાતીઓમાં વર્ષોથી આકર્ષણનું કારણ બની રહી છે. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ખાસ દેશના સૌથી મોટા કોસ્ટલાઇન સાથે વિવિધ જીવસૃષ્ટિથી સમૃદ્ધ વિસ્તાર છે. ગુજરાત ડોલ્ફિનના રહેઠાણ માટે આદર્શ પરિસ્થિતિ ઉભી કરે છે. અહીંનો દરિયાકાંઠાના વિસ્તારો મેન્ગ્રોવ જંગલ, રેતાળ દરિયાકિનારા અને પરવાળા તથા દરિયાઈ ઘાસનાં મેદાનોથી ભરપૂર છે જે વૈવિધ્યસભર પણ અનુકૂળ વાતાવરણની રચના કરી ડોલ્ફિન વસ્તીને વધવામાં મદદરૂપ બને છે. રમતિયાળ સ્વભાવ ધરાવતી ઈન્ડો-ઓશન હમ્પબેક ડોલ્ફિનથી લઈને એક્રોબેટિક સ્પિનર ડોલ્ફિન સુધીની દરેક પ્રજાતિ આ પ્રદેશની જળસૃષ્ટિમાં હાજરી નોંધાવવામાં મહત્વનો ફાળો આપે છે.

પાણીમાં તરતી ડોલ્ફિનનું દ્રશ્ય મનમોહક લાગે છે

વર્ષ 1972 થી ડોલ્ફિનના સંરક્ષણના કાર્યને વેગ મળ્યો અને ત્યારથી આ જળચર પ્રાણીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 દ્વારા સંરક્ષિત જીવોની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક નાની માછલીઓ છે જે પાણીમાં ઉગતા ઘાસ પણ ખાય છે.કુદરતે તેને વિશેષ શ્રવણ શક્તિ આપી છે. ડોલ્ફિનની અદભૂત શ્રવણ શક્તિ તેના અસ્તિત્વમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે દૂરથી આવતા ધ્વનિ તરંગોને શોધી કાઢે છે. પાણીમાં 24 કિલોમીટરના અંતર સુધી અવાજ સાંભળવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. ડોલ્ફિનની અવાજોને સાંભળીને ઓળખવાની અદભુત ક્ષમતા તેમને ખોરાકની દિશા વિશે માહિતગાર કરે છે. ભાડભૂત નજીક સમુદ્ર કિનારે માછીમારી કરતા મિતેશભાઈ કહે છે કે ચોમાસાના સમયમાં માછીમારોની બોટના અવાજના કારણે ડોલ્ફિન અહીંથી દૂર રહે છે પણ માછીમારીની સીઝન સિવાય ડોલ્ફિન સમુદ્રથી નદીના સંગમસ્થાન આસપાસ ઘણીવાર જોવા મળી જાય છે.કચ્છથી વલસાડ સુધી ડોલ્ફિનની હાજરી નોંધાઈ છે.

ગુજરાત ડોલ્ફિનનું નવું સરનામું બન્યું

ભારતમાં ડોલ્ફિન મોટું આકર્ષણ ધરાવે છે. તે દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે અને તેથી લોકો વારંવાર તેને નજીકથી જોવાનું પસંદ કરે છે. જ્યારે ડોલ્ફિન પાણીમાંથી બહાર આવે છે ત્યારે તે ચોક્કસપણે ખૂબ જ સુંદર લાગે છે. એવું લાગે છે કે તે કરતબ કરી રહી છે. આપણે ટીવી કે ઈન્ટરનેટ પર ડોલ્ફિન જોઈએ છે પરંતુ તેમને વાસ્તવિક જીવનમાં તેને જોવું એ એક અલગ જ અનુભવ છે. જો તમને ડોલ્ફિન ગમે છે તો તમે ભારતમાં ઘણી જગ્યાએ જઈ શકો છો પણ હવે ગુજરાત ડોલ્ફિનનું નવું સરનામું બની રહ્યું છે.

ગુજરાતમાં ડીસેમ્બર-2022 માં પાયલોટ પ્રોજેકટ અંતર્ગત દ્વારકાના દરિયામાં ઓખા-પોશીત્રાના કચ્છ ખાડી વિસ્તારમાં ત્રણ દિવસ વૈજ્ઞાનિક રીતે ડોલ્ફીનની ગણતરી કરવામાં આવી હતી. ગણતરીના અંતે ખુશીની લહેર ત્યારે ફેલાઈ ગઈ જયારે આ જળચરની સંખ્યા 186 નોંધાઇ હતી. સૂત્રો અનુસાર ડોલ્ફીનની ફીન એટલે કે તેના શરીરનો ભાગ જે દરિયામાં બહાર દેખાતો હોય તેના આધારે તેની સંખ્યાની નોંધવામાં આવી હતી. પ્રોજેકટ ડોલ્ફીન અન્વયે આ પ્રજાતિનું વધુ સારી રીતે સંરક્ષણ અને સંવર્ધત થઇ શકે તે હેતુથી બેઝ લાઇન ડેટા એકત્રિત કરવાના આશયથી પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો છે.

ગુજરાતમાં ડોલ્ફિનની સંખ્યા 200 આસપાસ છે

ત્રણ દિવસ જામનગર મરીન નેશનલ પાર્ક હેઠળના ઓખા તથા પોશીત્રાના કચ્છ ખાડી વિસ્તારમાં વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા, ઝુલોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા સહિતની સંસ્થાઓના નિષ્ણાંતોની 10 ટીમ દ્રારા વૈજ્ઞાનિક રીતે ડોલ્ફીનની ગણતરી કરાઇ હતી. જેમાં ગણતરીમાં 186 ડોલ્ફીન જણાઈ હતી.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના અભ્યાસ મુજબ એક વર્ષ દરમિયાન ભારતીય દરિયાકાંઠે જોવામાં આવેલી ડોલ્ફિનમાંથી ઘણી ગુજરાતમાં ઓખા અને પિરોટન દરિયાકિનારા પર જોવા મળી હતી. ડોલ્ફિનની હાજરીના કારણે વન્યજીવન સંસ્થાઓએ કચ્છના અખાતને ભારતના મહત્વના સમુદ્ર વિસ્તાર તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે.

દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવા આયોજન હાથ ધરાયુ

દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરવા આયોજન હાથ ધરાયુ છે. ગુજરાતમાં દ્વારકાના સમુદ્રમાં ‘ડોલ્ફિન ક્રૂઝ’ ચલાવવાની તૈયારી કરાઈ રહી છે. એક ટૂર ઓપરેટર આ પ્રોજેક્ટમાં આશરે રૂપિયા 20 કરોડનું રોકાણ કરી રહ્યા છે.

ડોલ્ફિન્સે પણ ગુજરાતના દરિયાકિનારાને પોતાનું ઘર બનાવ્યું છે. ગુજરાતમાં ડોલ્ફિન સારી સંખ્યામાં જોવા મળી રહી છે.સૂત્રો અનુસાર ગુજરાતમાં ડોલ્ફીનની વધુ સંખ્યા નોંધવામાં આવી હતી. બોટલ નોઝ ડોલ્ફિન, સ્પિનર ડોલ્ફિન, લાંબી ચાંચવાળી ડોલ્ફિન, હમ્પ્ડ બેક ડોલ્ફિન જેવી અન્ય પ્રજાતિઓ રેકોર્ડ કરાઈ છે.

ગોવા નહીં ગુજરાતમાં ડોલ્ફિનનું ઘર બન્યું

ગલ્ફ ઓફ કચ્છ સ્થિત મેરિન નેશનલ પાર્ક ગુજરાતમાં મેરિન નેશનલ પાર્ક અનેક પ્રજાતિઓ નજીકથી જોવાનો તમે અનુભવ કરી શકો છો. વિવિધ પ્રકારના ડોલ્ફિન તેમજ વ્હેલ સહિત અનેક દરિયાઈ સસ્તન પ્રાણીઓ છે. તે એક નાજુક ઇકોસિસ્ટમ હોવાથી સંશોધકો તેના સ્વાસ્થ્યને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રવાસીઓ વિવિધ ડોલ્ફિનને જોઈ શકે છે જેમાં સામાન્ય ડોલ્ફિન, બોટલનોઝ ડોલ્ફિન અને ઈન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિનનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં જોવા મળતી મોટી ફ્લેમિંગો કોલોની પણ જોઈ શકાય છે.

ગુજરાત ઉપરાંત તેને અડીને આવેલા કેન્દ્ર સાશિત પ્રદેશ દીવમાં પણ સમુદ્ર ખુબ સુંદર છે. અહીં ડોલ્ફિન કેટલીકવાર નજીકના વિસ્તારમાં જોવા મળે છે. ડોલ્ફિન જોવા માટેના કેટલાક લોકપ્રિય સ્થળોમાં ડની પોઈન્ટ તેમજ બેટ દ્વારકા ટાપુનો સમાવેશ થાય છે. અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટથી ઓક્ટોબર હોય છે.

ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ ડોલ્ફિન જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર ભારતનું બીજું દરિયાકાંઠાનું રાજ્ય છે અને ઘણા દરિયાઈ પ્રાણીઓને અહીં જોઈ શકાય છે. મુંબઈથી લગભગ 227 KM દક્ષિણે દાપોલીઆવેલું છે અને તે મહારાષ્ટ્રમાં ડોલ્ફિન જોવા માટે શ્રેષ્ઠ સ્થળ બની રહ્યું છે. આ સ્થળે મુરુડ બીચ, કુરવડે બીચ, દાભોલ બંદર અને હરિહરેશ્વર જેવા અનેક સ્થળો છે જે ડોલ્ફિનને જોવા માટે યોગ્ય છે. જ્યારે મુલાકાતીઓ દાપોલીમાં હોય ત્યારે ડોલ્ફિન સફારીનો આનંદ માણી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સેંકડો વૃક્ષોનું કરાયું ડિજિટલાઇઝેશન, એક ક્લિક જણાવશે લાભાલાભ

g clip-path="url(#clip0_868_265)">