અરબી સમુદ્ર
અરબી સમુદ્ર અથવા અંગ્રેજીમાં અરબી સમુદ્ર એ ઉત્તર હિંદ મહાસાગરનો પ્રદેશ છે. તે ઉત્તરમાં પાકિસ્તાન, ઈરાન અને ઓમાનનો અખાત, પશ્ચિમમાં આદમનો અખાત, દક્ષિણ-પૂર્વમાં લક્ષદ્વીપ સમુદ્ર, દક્ષિણ-પશ્ચિમમાં સોમાલિયા અને માલદીવ્સ અને પૂર્વમાં ભારતથી ઘેરાયેલો છે. અરબી સમુદ્રનો કુલ વિસ્તાર 38,62,000 ચોરસ કિમી છે. તેની મહત્તમ ઊંડાઈ 4,652 મીટર છે.
નામ વિશે વાત કરીએ તો, અરબી સમુદ્રનું નામ અરેબિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સમુદ્રની પશ્ચિમમાં સ્થિત વિસ્તારનું ઐતિહાસિક નામ છે. પહોળાઈ વિશે વાત કરીએ તો, અરબી સમુદ્રની મહત્તમ પહોળાઈ લગભગ 2,400 કિમી છે. મહાસાગરમાં વહેતી સૌથી મોટી નદી સિંધુ નદી છે. 3જી અથવા 2જી સદી બીસીથી અરબી સમુદ્ર ઘણા મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો દ્વારા પાર કરવામાં આવ્યો છે.
તેના મુખ્ય બંદરોની વાત કરીએ તો ભારતમાં કંડલા બંદર, મુન્દ્રા બંદર, પીપાવાવ બંદર, દહેજ બંદર, હજીરા બંદર, મુંબઈ બંદર આવેલ છે. જ્યારે પાકિસ્તાનમાં કરાચી બંદર, કાસિમ બંદર અને ગ્વાદર બંદર તેમજ ઈરાનમાં ચાબહાર બંદર અને ઓમાનમાં સલાલાહ બંદરનો સમાવેશ થાય છે. અરબી સમુદ્રના સૌથી મોટા ટાપુઓમાં સોકોત્રા (યમન), મસિરાહ ટાપુ (ઓમાન), લક્ષદ્વીપ (ભારત) અને અસ્ટોલા ટાપુ (પાકિસ્તાન)નો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર પર દરિયાકિનારા ધરાવતા દેશોમાં યમન, ઓમાન, પાકિસ્તાન, ઈરાન, ભારત અને માલદીવ છે.
અરબી સમુદ્રમાંથી 7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી, પાકિસ્તાને બળજબરી પૂર્વક ભારતના 7 માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. હાલમાં આ સાતેય માછીમારો પાકિસ્તાનના કબજામા હોવાનું સૂત્રોએ કહ્યું છે. જો કે, આ ઘટના અંગે ભારતની કોઈ પણ એજન્સી સત્તાવાર રીતે કાંઈ પણ કહેવા તૈયાર નથી.
- TV9 Gujarati
- Updated on: Nov 7, 2025
- 5:30 pm
ગુજરાત પર તોળાતું જોખમ ! આગામી 24 કલાક મહત્વના, બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ
પોરબંદર, ઓખાના બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર અને સલાયા બંદર પર 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવા જણાવવામાં આવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 24, 2025
- 7:03 pm
હિંદ મહાસાગરમાં દુશ્મનોની ખેર નથી, નૌકાદળની તાકાત વધારશે P-8I નેપ્ચ્યુન વિમાન
ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં 6 નવા P-8I નેપ્ચ્યુન વિમાન મેળવી શકે છે. પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા પછી, આ વિમાન હિંદ મહાસાગરમાં ભારતની દેખરેખ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 3, 2025
- 6:36 pm
Breaking News : અરબી સમુદ્રમાં જહાજમાં લાગી આગ, આગ પર કાબુ મેળવવા ભારતીય કોસ્ટ ગાર્ડના 8 જહાજો તૈનાત
અરબી સુમદ્રમાં એક જહાજમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે તાત્કાલિક ધોરણે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- Disha Thakar
- Updated on: Jun 15, 2025
- 8:35 am
Breaking News : કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં કેરળના દરિયાકાંઠે થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ
કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે. આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં થયો હતો. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ બચાવ કામગીરીમાં જોતરાયા છે. જહાજ પરથી લગભગ 50 કન્ટેનર દરિયામાં ઊડીને પડી ગયા છે. ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.
- TV9 Gujarati
- Updated on: Jun 9, 2025
- 6:49 pm
Breaking News : આવશે વરસાદી આફત ! આગામી 24 કલાકમાં સિસ્ટમ ફેરવાશે ડીપ્રેશનમાં, જુઓ Video
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે મહારાષ્ટ્ર અને કોંકણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે.
- Sagar Solanki
- Updated on: May 23, 2025
- 6:28 pm
New Ocean : જન્મી રહ્યો છે નવો મહાસાગર ! બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ ખંડ
વિશ્વમાં એક એવો ટાપુ છે જ્યાં ટેકટોનિક તાકત નવા મહાસાગરના નિર્માણ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે. કહેવામાં આવે રહ્યું છે કે અહીં નવો મહાસાગર બની શકે.
- Sagar Solanki
- Updated on: Jan 5, 2025
- 5:23 pm