Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 માર્ચના મહત્વના સમાચાર: ગીર-સોમનાથમાં ધ પ્રિમીયર ગીર રિસોર્ટમાં ઝડપાયો જુગારનો અડ્ડો, 28 લાખ રોકડ સાથે પોલીસે 55 જુગારીની કરી ધરપકડ, મોટાભાગના આરોપી ઉ.ગુજરાત અને અમદાવાદના

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2025 | 9:43 PM

આજ 23 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 માર્ચના મહત્વના સમાચાર: ગીર-સોમનાથમાં ધ પ્રિમીયર ગીર રિસોર્ટમાં  ઝડપાયો જુગારનો અડ્ડો, 28 લાખ રોકડ સાથે પોલીસે 55 જુગારીની કરી ધરપકડ, મોટાભાગના આરોપી ઉ.ગુજરાત અને અમદાવાદના

એક તરફ ગરમીનો પારો ઉંચે જવા માટે તૈયાર છે. બીજી તરફ કમોસમી વરસાદની પણ આગાહી થઇ રહી છે. વાતાવરણના ભેદભરમથી લોકો ચિંતામાં મુકાયા છે. ત્યારે આજે આપને બતાવીશું. આગામી સાત દિવસ ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ. આપને ગરમી કેટલાક દિવસ કરશે પરેશાન. જે બાદ શું માવઠાની પણ છે શકયતાઓ છે. માર્ચના અંતમાં માવઠું ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવનાઓ ઉભી થઇ રહી છે. હાલ હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર તો નથી કર્યું. જો કે દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદી આફત જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળથી લઇને કર્ણાટક સુધી હાલ કમોસમી વરસાદ થઇ રહ્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Mar 2025 08:56 PM (IST)

    ધ પ્રિમીયર ગીર રિસોર્ટમાંથી ઝડપાયા 55 જુગારી

    • ગીર-સોમનાથમાં LCBની મોટી કાર્યવાહી
    • ધ પ્રિમીયર ગીર રિસોર્ટમાં જુગારનો અડ્ડો ઝડપાયો
    • સાસણ નજીક તાલાળા પાસે આવેલુ છે ધ પ્રિમીયર ગીર રિસોર્ટ
    • પોલીસે 55 જુગારીની ધરપકડ
    • 28 લાખ રૂપિયા રોકડા ઝડપાયા
    • મોટાભાગના આરોપીઓ ઉત્તર ગુજરાત અને અમદાવાદના
  • 23 Mar 2025 07:24 PM (IST)

    સુરત: ઉધના પોલીસે વ્યાજખોર સંદિપ પાટીલની કરી ધરપકડ

    • સુરત: ઉધના પોલીસે વ્યાજખોર સંદિપ પાટીલની કરી ધરપકડ
    • વ્યાજખોર પાસે વ્યાજે પૈસા આપવાનું હતું સરકારી લાયસન્સ
    • નિયમ વિરૂદ્ધ લોકો પાસેથી 10થી 20 ટકા વ્યાજ વસૂલતો હોવાનો ખુલાસો
    • વર્ષ 2022માં ફરિયાદીએ વ્યાજ પર લીધા હતા 20 હજાર રૂપિયા
    • વ્યાજ સાથે 24 હજાર ચૂકવ્યા બાદ પણ પૈસા માંગતો હોવાનો આરોપ
    • આરોપીએ બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી પડાવ્યાં 81 હજાર
    • જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ 1 લાખની કરી હતી માગ
    • પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી
  • 23 Mar 2025 07:23 PM (IST)

    અમદાવાદઃ પોલીસ કમિશનરે ગુનેગારોને આપી કડક ચેતવણી

    • અમદાવાદઃ પોલીસ કમિશનરે ગુનેગારોને આપી કડક ચેતવણી
    • 150થી વધુ આરોપીઓને બોલાવી અપાઈ કડક સૂચના
    • વાહન ચોરી, મોબાઈલ ચોરીના ગુના આચરનારા આરોપીઓને ચેતવણી
    • ગુનાખોરી છોડીને શાંતિથી જીવન જીવવા આરોપીઓને સલાહ
    • જો કાયદાનો ભંગ કરશે તો પછી થશે કડક કાર્યવાહી
  • 23 Mar 2025 07:23 PM (IST)

    ખેડાઃ વરસોલા GIDCમાં આવેલી પેપર મિલમાં આગ

    • ખેડાઃ વરસોલા GIDCમાં આવેલી પેપર મિલમાં આગ
    • નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર
    • કલાકો બાદ પણ પેપરમિલની આગ બેકાબૂ
    • નડિયાદ, મહેમદાવાદ, આણંદ ફાયરની ટીમો ઘટનાસ્થળે
    • ફાયરના 7 વાહનો અને 50થી વધારેનો સ્ટાફ ખડેપગે
    • અમદાવાદ, અસલાલીથી પણ ફાયર ટીમો રવાના
    • શ્રી નારાયણ ક્રાફ્ટ પેપર મિલમાં આગ લાગતા અફરાતફરી
    • મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાં પેપરના રો મટિરીયલમાં આગ
    • પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ
  • 23 Mar 2025 07:21 PM (IST)

    પોરબંદરમાં યુદ્ધના ધોરણે શરૂ થઈ આખલાઓ પકડવાની કામગીરી

    પોરબંદર મહાનગરપાલિકા બનતા જ કમિશનર દ્રારા શહેરમાં રખડતા તોફાની આખલાઓ ને તાત્કાલિક પકડી ગૌશાળામાં રાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે . છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરોએ જાણે કે આખા શહેરને બાનમાં લીધું હતું. અનેકવાર જાહેર માર્ગો પર આખલાઓ દ્વારા થતી લડાઈમાં માર્ગ અકસ્માત થતા હતા. વધતા બનાવોને પગલે કમિશનરે આકરા પગલાં લેવાનું શરૂ કર્યુ છે. શહેરના 200થી પણ વધુ આખલાને ઝડપીને ઓડદર મુકામે ગૌશાળામાં રાખવામાં આવી રહ્યા છે. પાછલા થોડા સમયથી દિવસ રાત ગાય અને આખલાઓને પકડવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે. જેથી કરીને ભવિષ્યમાં શહેરમાં રખડતા પશુઓને લીધે કોઈપણ પ્રકારની દુર્ઘટના ના સર્જાય. પાલિકાની કાર્યવાહીને શહેરીજનો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.

  • 23 Mar 2025 07:20 PM (IST)

    બનાસકાંઠામાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ

    બનાસકાંઠામાં અસામાજિક તત્વો ઉપર અને ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે એસઓજી અને પાલનપુર પોલીસે પાલનપુરના જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસ કાફલો મોટા પ્રમાણમાં જનતા નગરમાં કોમ્બિંગ કર્યું હતું અને જનતાનગરમાં કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય અથવા તો અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ હોય કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તેના પર પોલીસે જનતાનગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ચેકિંગ કર્યું હતું. પોલીસે 25 જેટલા લોકોને નોટિસો પાઠવી છે અને ગેરકાયદેસર જે દબાણ હોય તે ખસેડી લેવા માટે તાકીદ કરી છે. જ્યારે પોલીસે જનતાનગર વિસ્તારની 52 જેટલા ઈસમોની યાદી બનાવી છે અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા હોય અથવા તો ગેરકાયદેસર ધંધા કરતા હોય તેમની પણ તપાસ હાથ ધરી છે.

  • 23 Mar 2025 06:52 PM (IST)

    રાજસ્થાનને જીતવા માટે 162 રનની જરૂર છે.

    રાજસ્થાન રોયલ્સે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. સંજુ સેમસન 54 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ જુરેલ 49 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને ખેલાડીઓ વચ્ચે 75 રનની ભાગીદારી થઈ છે.

  • 23 Mar 2025 05:27 PM (IST)

    ઇશાન કિશને RR સામે સદી ફટકારી

    ઈશાન કિશને વિસ્ફોટક બેટિંગ કરીને 45 બોલમાં સદી ફટકારી છે. આ ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે.

  • 23 Mar 2025 05:02 PM (IST)

    SRH vs RR Live Score : સનરાઇઝર્સનો સ્કોર 200 ને પાર થયો

    રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર માત્ર 15 ઓવરમાં 200 રનને પાર કરી ગયો છે. તેણે 3 વિકેટ ગુમાવ્યા બાદ 208 રન બનાવ્યા. સારી વાત એ છે કે, ઈશાન હજુ પણ ક્રીઝ પર છે અને હવે ચાહકો તેની પાસેથી સદીની અપેક્ષા રાખી રહ્યા છે.

  • 23 Mar 2025 04:55 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો

  • 23 Mar 2025 04:54 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: ઈશાન કિશને 25 બોલમાં અડધી સદી ફટકારી

    આઈપીએલ 2025 માં નવી ટીમ માટે રમતી વખતે ઈશાન કિશને પહેલી જ મેચમાં ધૂમ મચાવી દીધી છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 25 બોલમાં 200 ના સ્ટ્રાઇક રેટથી પોતાની અડધી સદી પૂર્ણ કરી. ઈશાન આ વખતે SRHનો ભાગ છે.

  • 23 Mar 2025 04:53 PM (IST)

    SRH vs RR Live Score : નીતિશ રેડ્ડી 30 રન બનાવીને આઉટ

  • 23 Mar 2025 04:17 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર

    સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 9 ઓવર બાગ 123/1. ઈશાન કિશન 32 રન બનાવી રમી રહ્યો છે. જ્યારે હેડ 63 રન બનાવીને ક્રીઝ પર છે. અભિષેક શર્મા 24 રન બનાવીને આઉટ થયો હતો.

  • 23 Mar 2025 04:01 PM (IST)

    SRH vs RR Live Score : ક્રીઝ પર ઇશાન કિશન અને હેડ છે

  • 23 Mar 2025 04:01 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: પાવર પ્લે પછી સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 90 ને પાર

  • 23 Mar 2025 03:47 PM (IST)

    SRH vs RR Live Score : રાજસ્થાન રોયલ્સને પ્રથમ સફળતા મળી

    સનરાઇઝર્સ તરફથી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. આમાં અભિષેક શર્માનું યોગદાન 24 રન હતું, જે મહિષ તીક્ષ્ણાનો શિકાર બન્યો.

  • 23 Mar 2025 03:39 PM (IST)

    SRH vs RR Live Score : અભિષેક શર્માએ ચોગ્ગો ફટકાર્યો

    રાજસ્થાન રોયલ્સ સામે બેટિંગમાં સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર શરૂઆત કરી છે. અભિષેક અને હેડની ઓપનિંગ જોડી ધમાલ મચાવી રહી છે

  • 23 Mar 2025 03:21 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: બંને ટીમોની આ પહેલી મેચ

    રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરશે. IPL 2025 માં બંને ટીમોની આ પહેલી મેચ છે.

  • 23 Mar 2025 03:03 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: રાજસ્થાને ટોસ જીત્યો, સનરાઇઝર્સ પહેલા બેટિંગ કરશે

  • 23 Mar 2025 03:02 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: આમને-સામેની લડાઈમાં કોણ આગળ છે?

    IPLમાં અત્યાર સુધીમાં હૈદરાબાદ અને રાજસ્થાન 20 વખત એકબીજા સામે ટકરાયા છે, જેમાં SRH 11 વખત જીત્યું છે, જ્યારે RR 9 વખત જીત્યું છે.

  • 23 Mar 2025 03:00 PM (IST)

    SRH vs RR Live Score, IPL 2025: આજે IPL 2025ની બીજી મેચ

    IPL 2025ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે છે. હૈદરાબાદમાં રમાનારી આ મેચ સાથે, બંને ટીમો લીગની 18મી સીઝનમાં પોતાના અભિયાનની શરૂઆત કરતી જોવા મળશે.

  • 23 Mar 2025 02:45 PM (IST)

    વિસાવદરના પૂર્વ ધારાસભ્યે કહ્યું-AAPનુ કોઈ વજૂદ નથી, હુ ચૂંટણી લડવા તૈયાર

    વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરતાની સાથે જ, ભાજપ નેતા અને વિસાવદરના પૂર્વ MLA ભુપત ભાયાણીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભૂપત ભાયાણીએ કહ્યું કે, હાલમાં આપ પાર્ટીનું અમારા વિસ્તારમાં કોઈ વજૂદ નથી. વિસાવદરની પ્રજા દેશના હિતમાં ભાજપને જીતાડશે. ‘ચૂંટણી લડવાની મારી તૈયારી છે’. હું આપ પાર્ટીમાં હતો ત્યારે અલગ વાત હતી. હાલમાં આપ પાર્ટીના 20 ઉમેદવારોની વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં ડિપોઝિટ ડૂલ થયેલ છે.

  • 23 Mar 2025 01:51 PM (IST)

    ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે, અન્ય કોઈએ લાળ ટપકાવવી નહીં- ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનું ચોકાવનારું નિવેદન

    ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસથી કોઈને કોઈ વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં એક સગીરને માર મારવાના વિવાદમાં બન્ને મુખ્ય સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા, ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એવી જાહેરાત કરી હતી કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે.  ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, બહારના લુખ્ખાઓએ ગોંડલની સીટ માટે લાળ ટપકાવવી નહીં. જયરાજસિંહ જાડેજા અમારા બાપ સમાન છે અને ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, જે લોકો ગોંડલને મિરઝાપુર ગણાવે છે તે આવારા તત્વો છે.

  • 23 Mar 2025 01:46 PM (IST)

    નકલીની બોલબાલા ! ખંભાળિયામાંથી મળી અધિક કલેક્ટરના નામથી ચાલતી નકલી કાર.

    ગુજરાતમાં નકલીની હારમાળા થમવાનું નામ નથી લેતી…!!  દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાંથી મળી અધિક કલેક્ટરના નામથી ચાલતી નકલી કાર.  ખંભાળિયાનો જીલ પંચમતિયા નામનો યુવક અને મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ સ્પીપામાં તાલીમ લેતી કેશા દેસાઈ નામની યુવતી અધિક કલેક્ટરના હોદાના બોર્ડને પોતાની ખાનગી કારમાં લગાવી ફરતાં પકડાયા છે. જીલ પંચમતીયાની માલિકીની મારૂતિ સેલરીઓ કારમાં આગળ અને પાછળ RAC & ADM, ADD.COLLECOTOR જેવા બોર્ડ લગાવ્યા હતા. એટલું જ નહીં કારના ઉપર ના ભાગે પોલીસની કારમાં જે રીતે હોય છે તેવી ઈમરજન્સી લાઈટ પણ ફીટ કરાવી હતી.  સમગ્ર બાબત ખંભાળિયા પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે બને વિરુદ્ધ ગુન્હો દાખલ કરીને, બન્ને આરોપીઓ એ આ કારનો અને હોદાનો દુરુપયોગ કરી શું શું કર્યું છે ક્યાં ક્યાં ગયા છે વિગેરે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

  • 23 Mar 2025 01:25 PM (IST)

    પ્રવિણ તોગડિયાએ આપ્યો નવો નારો, તીન બચ્ચે હિન્દુ સચ્ચે

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને લઈને એક નવો નારો આપ્યો છે. હિન્દુ વસ્તી ઘટી રહી હોવાથી તોગડિયાએ તીન બચ્ચે, હિન્દુ સચ્ચે નો નવો નારો આપ્યો છે. પ્રવિણ તોગડિયાએ કહ્યું છે કે, દરેક હિન્દુએ ત્રણ બાળકો પેદા કરવા જોઈએ. 75 વર્ષ બાદ ભારતમાં હિન્દુ લઘુમતીમાં આવે એવી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુઓને લઘુમતીમાં આવતા અટકાવવા માટે, સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવું જોઈએ. ફરજિયાત 2 બાળકોનો કાયદો બને તો હું મારો નારો  પરત ખેંચી લઈશ. જ્યાં સુધી વસ્તી નિયંત્રણ બિલ ના આવે ત્યાં સુધી હું હિન્દુઓને ત્રણ બાળકો પેદા કરવાનું આહવાન કરીશ તેમ પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું.

  • 23 Mar 2025 01:16 PM (IST)

    ભાજપમાં જૂથવાદ : પૂર્વ ધારાસભ્યે, અન્ય પૂર્વ ધારાસભ્ય પર કર્યા આક્ષેપ, ખેડૂત ના હોવા છતા 160 વીઘા જમીન ખરીદી

    ભાજપનો જૂથવાદ સપાટી ઉપર પહોચ્યો છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ,  બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પર ગંભીર આક્ષેપ કર્યા છે. પપ્પુ પાઠકે વડદલા, કરણપુરા, બાલાસિનોર, હાંડીયા, દેવ, ખેડગોધરા, ભાઠડા, ગધેડા, શાકરિયા, નટવરપુરા સહિતના 10 ગામોમાં જમીન ખરીદી છે. તેઓ કે તેમના પરિવારમાં કોઈ ખેડૂત ના હોવા છતા 160 વિધા જમીન ખરીદી હોવાનો આક્ષેપ કેસરીસિંહ સોલંકીએ કર્યો છે. અન્ય એક આક્ષેપમાં કેસરીસિંહે કહ્યું કે,  ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વિપુલ પટેલ તો માત્ર એક ચહેરો છે, દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો તમામ વહીવટ રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક કરે છે. કેસરી સિંહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, 20 સપ્ટેમ્બર 2009 ના દિવસે સાબિત થયું કે રાજેશ પાઠક ઉર્ફે પપ્પુ પાઠક ખેડૂત નથી, તેમ છતાં 4 સપ્ટેમ્બર 2020 માં પપ્પુ પાઠકે પોતાની હયાતીમાં પરિવારની વારસાઈ કરાવી છે.

  • 23 Mar 2025 12:15 PM (IST)

    વિધાનસભાની વિસાવદર બેઠક પરથી, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા લડશે પેટાચૂંટણી

    ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ વિસાવદર બેઠક પરથી જ્યારે પણ પેટાચૂંટણીની જાહેરાત થાય ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયા આપના ઉમેદવાર હશે. આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંત તેઓ રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા.

  • 23 Mar 2025 11:46 AM (IST)

    જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ, એક મહિલાનુ મોત

    જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે જેમાં એક મહિલાનુ મોત થયું છે. નાઘેડી નજીક હાઇવે પર અજાણ્યા વાહને ટુ વ્હીલર સવાર દંપતીને ટક્કર મારીને ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહનની ટક્કરને કારણે ટુ વ્હીલર સવાર દંપતી પૈકી  મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ટુ વ્હીલર ચાલકને ગંભીર ઇજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 23 Mar 2025 11:39 AM (IST)

    જાળવણીના અભાવે સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ સતી રાણકદેવીનું મંદિર બન્યું જર્જરિત

    જાળવણીના અભાવે સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ સતી રાણકદેવીનું મંદિર જર્જરિત બનતા ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. પુરાતત્વ વિભાગની દેખરેખ નીચે રાણકદેવીનું મંદિર આવે છે. પરંતુ તેની મરામત કરાતી ના હોવાનું લોકોનું કહેવું છે. અત્યંત ઝીણવટભરી કોતરણી અને કલા વારસાનો ઉત્તમ નમૂનો રણકદેવીનું મંદિર પૂરું પાડે છે. પણ હાલ જાળવણીના અભાવે મંદિર જર્જરિત બની ગયું છે. ઉપરથી પથ્થર નીચે પડે છે અને ચોમાસા દરમ્યાન પાણી પણ મંદિરમાં પડે છે. સિક્યોરિટી છે પણ મંદિરમાં કોઈ સિક્યોરિટી ફરજ પર આવતા ના હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે. મંદિરનું 4 વર્ષ પહેલાં રીડેવલોપમેન્ટ પાછળ કરોડો ખર્ચ કર્યા પણ કાંઈ કામ જ કરવામાં આવ્યુ ના હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તાત્કાલિક મંદિરનું રીનોવેશન શરૂ કરીને યોગ્ય રીતે જાળવણી કરવા માંગ ઉઠી છે

  • 23 Mar 2025 08:49 AM (IST)

    ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસઃ ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો, શરીરે મૂઢમારની ઈજાના નિશાન, ગુદામાં ઊંડો ચીરો હોવા જેવા અનેક ખુલાસા

    ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મૃતક રાજકુમાર જાટના મોત અંગેનો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં રાજકુમાર જાટને મૂઢમાર માર્યો હોવાના અને તેના ગુદામાં 7 સે.મી.નો ઊંડો ચીરો પાડવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. રાજકુમાર જાટના મોત અંગેના ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. PM રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દાનો સમાવેશ થાય છે. લાકડીથી મુંઢ માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન મળી આવ્યા છે. ઇજાના જે નિશાન છે તે લગભગ મૃત્યુના 12 કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ રાજકુમારના મૃત્યુ અંગે અનેક શંકા ઉપજાવે તેવા નિશાન પણ મળી આવ્યા છે.

  • 23 Mar 2025 08:40 AM (IST)

    કલોલમાં શરબાની ટેકસટાઇલમાં શનિવારે બપોરના 2.30 કલાકે લાગેલી આગ રાત્રે 1.30 વાગે કાબૂમાં

    કલોલમાં શરબાની ટેકસટાઇલમાં લાગેલી ભીષણ આગ મોડી રાત્રીએ કાબુમાં આવી છે. કલોલ, ગાંધીનગર, માણસા, કડી, ONGCના ફાયર ફાઈટરોએ 80હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. બપોર ના 2.30 વાગ્યાની લાગેલી આગ રાતે 1.30 વાગ્યા સુધી ફાયર જવાનો આગ ઓલવવાની કામગીરીમાં લાગ્યા હતા. રૂ ની ગાંસડી હોવાથી JCB દ્વારા રૂની ગાંસડીઓ હટાવી એકધારો પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. આગ લાગવાથી આસપાસની ફેકટરી અને દુકાનોમાં વીજ સપ્લાય બંધ કરવો પડ્યો હતો. આગ ફરી ના લાગે એ માટે કલોલની ફાયર ટીમ આખી રાત કંપનીમાં જ ફાયર ફાઇટર સાથે ખડેપગે રહી હતી.

  • 23 Mar 2025 07:54 AM (IST)

    પાકિસ્તાનમાં નમાજ પઢતા અહમદીયા પંથના મુસ્લિમો વિરુદ્ધ FIR

    પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અહમદિયા સમુદાયના 50 થી વધુ લોકો સામે FIR નોંધવામાં આવી છે. તેમના પર જુમ્મા એટલે કે શુક્રવારની નમાજ અદા કરવાનો આરોપ છે. જે તેમના માટે પ્રતિબંધિત છે. કટ્ટરવાદી સંગઠન તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (TLP) એ ઘણા શહેરોમાં અહમદીયાના ઈબાદત સ્થળોને ઘેરી લીધા અને તેમને નમાજ પઢતા અટકાવ્યા હતા.

  • 23 Mar 2025 07:35 AM (IST)

    અમદાવાદ માણેકચોક રાત્રી ખાણી પીણી બજાર પાસે દુકાનોમાં લાગી આગ

    અમદાવાદ માણેકચોક રાત્રી ખાણી પીણી બજાર પાસે દુકાનોમાં આગ લાગી હતી.  રાજેન્દ્રકુમાર જેસંગભાઈ એન્ડ પીતાંબર પૂજાના વસ્ત્રો અને ઉપકરણોની દુકાનમાં તેમજ કોહિનૂર ચશ્માની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની 2 ગાડી જવાનો સાથે ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી. દુકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી.

  • 23 Mar 2025 07:19 AM (IST)

    ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના રાજકીય નેતા સલાહ અલ-બરદાવીલનું મોત

    દક્ષિણ ગાઝાના ખાન યુનિસમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના રાજકીય નેતા સલાહ અલ-બરદાવીલનું મોત થયું.

Published On - Mar 23,2025 7:19 AM

Follow Us:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">