Ahmedabad : જગતનો નાથ નીકળશે નગરચર્યાએ, જાણો આજે 27 જૂન, 2025 ના સમગ્ર દિવસના કાર્યક્રમો, રુટ અને A ટુ Z વ્યવસ્થા વિશે
અમદાવાદની જગન્નાથ રથયાત્રા માટે વ્યાપક ટ્રાફિક અને સુરક્ષા યોજના બનાવવામાં આવી છે. રથયાત્રા માર્ગ પર નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે અને 23,884 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા અનુકૂળ રીતે પસાર થાય તે માટે ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
રથયાત્રા રૂટ
જમાલપુર દરવાજા બહાર સ્થિત જગન્નાથ મંદિરથી યાત્રા શરૂ થશે અને માણેકચોક, દાણાપીઠ, ખમાસા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ફરી જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે. આ સમગ્ર માર્ગ પર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
સુરક્ષા માટે કડક બંદોબસ્ત, ટેક્નોલોજીનો ઉપયોગ
આ વર્ષે રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
-
IG સ્તરથી કોન્સ્ટેબલ સુધીના કુલ 23,884 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે.
-
યાત્રા માર્ગ પર આવેલા 484 જર્જરિત મકાનોને સીલ કરવામાં આવ્યા છે અને ત્યાં હોમગાર્ડ તેમજ પતરાંના કવરથી સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.
-
3D મેપિંગના આધારે આખા રૂટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ટેક્નોલોજીનો ઉપયોગ:
-
ભારતમાં સૌપ્રથમવાર રથયાત્રા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ ભીડ વ્યવસ્થાપન અને કોઈ અવ્યવસ્થા અટકાવવા માટે કરવામાં આવશે.
-
ડ્રોન ટેક્નોલોજી અને 3500 CCTV કેમેરા (જેમાં 241 સરકારી અને અન્ય નાગરિકોના સહયોગથી લગાવેલા) દ્વારા કમિશનર કંટ્રોલ રૂમમાંથી સતત મોનીટરિંગ થશે.
-
2872 પોલીસ બોડીકેમેરા અને 240 ધાબા પોઇન્ટ પરથી પણ સુરક્ષા માટે નજર રાખવામાં આવશે.
તારીખ ૨૬,૨૭ જુન ૨૦૨૫ રથયાત્રા અનુસંધાને નો પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #rathyatra #noparking @GujaratPolice @AhmedabadPolice pic.twitter.com/kSTHr770Jx
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) June 25, 2025
સમગ્ર દિવસ દરમ્યાન જાણો કેટલા વાગ્યે ક્યા સ્થળે હશે રથ ?
- સવારે 7:30 વાગ્યે: જમાલપુર મંદિર
- સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
- સવારે 9:45 વાગ્યેઃ રાયપુર ચકલા
- સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા
- સવારે 11:15 વાગ્યે: કાલુપુર સર્કલ
- સવારે 12:00 વાગ્યે: સરસપુર (મામાનું ઘર)
- બપોરે 1:30 વાગ્યે: સરસપુરથી પરત પ્રસ્થાન
- બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ
- બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા
- બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા
- બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા
- સાંજે 4:30 વાગ્યે: શાહપુર હાઈસ્કુલ
- સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા
- સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા
- સાંજે 6:30 વાગ્યે: માણેકચોક
- રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો