ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
ગુજરાતમાં આજે વર્તમાન શિયાળાની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગઈકાલ રવિવારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રીએ પહોચી ગયો હતો.

આજે સોમવારે પણ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. રાજ્યના સૌથી વધુ હરિયાળા શહેર ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો 10.8 ડિગ્રીએ પહોચ્યો છે. જ્યારે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ 10.9 ડિગ્રી નોંધાયુ છે.
અમદાવાદ શહેરમાં ઠંડા પવનને કારણે ઠંડીનો પારો ગઈકાલ રવિવારની સરખામણીએ દોઢ ડિગ્રી ગગડીને 12.5 ડિગ્રીએ અટક્યો છે. તો વડોદરામાં 13 ડિગ્રીએ ઠંડીનો પારો પહોચ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
સુરતમાં 17.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. વેરાવળમાં 15.9 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભૂજમાં 11 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. દમણમાં 17.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video