અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન-જુઓ Video
ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ પ્રવાહીને કારણે 10થી વધુ વાહનચાલકો સ્લીપ થયા,વાહનચાલકો સ્લીપ થતા ભારે ટ્રાફિકજામ સર્જાયું,
અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક આજે સવારે રોડ પર દુર્ગંધયુક્ત કેમિકલ જેવું પ્રવાહી ઢોળાતા રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આ પ્રવાહી રોડ પર ફેલાઈ જવાથી રોડની બંને બાજુએ ભારે ટ્રાફિકજામ થયો હતો.
વધુમાં, આ ચીકણા પ્રવાહીના કારણે 10થી વધુ વાહનચાલકો સ્લીપ થયા હતા, જેનાથી નાની-મોટી ઇજાઓ થવાનો ભય સર્જાયો હતો. અસહ્ય દુર્ગંધને કારણે આસપાસના લોકો પણ ભારે પરેશાન થયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આ પ્રવાહીને સાફ કરવાની અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રવાહી ક્યાંથી આવ્યું અને કોણે ઢોળ્યું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટ્રેનની બોગીએ H, A, B, M અથવા S આવા શબ્દો કેમ લખેલા હોય છે ?, વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
