સાબરકાંઠાના તલોદના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી આવી
જમીનમાં દટાયેલી પ્રાચીન વાવ, હરસોલ ગામના વેરાઈ માતાજીના મંદિરની નજીકથી મળી આવી છે. મંદિરની પાછળના ભાગે આવેલા એક હોલ પાસેની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ કરનારાઓની નજરે આ વાવ પડી હતી.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના હરસોલ ગામે, જમીનમાં ખોદકામ કરવા સમયે દટાયેલી પ્રાચીન વાવ મળી આવી છે. પુરાતત્વ વિભાગ માટે. જમીનમાંથી મળી આવેલ જૂની વાવ એ એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે. હરસોલની જમીનમાં દટાયેલી વાવમાં કલાત્મક કોતરણી કરાયેલ છે અને વાવના પગથિયાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.
જમીનમાં દટાયેલી પ્રાચીન વાવ, હરસોલ ગામના વેરાઈ માતાજીના મંદિરની નજીકથી મળી આવી છે. મંદિરની પાછળના ભાગે આવેલા એક હોલ પાસેની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ કરનારાઓની નજરે આ વાવ પડી હતી. શરૂઆતમાં ખોદકામ દરમિયાન પગથિયાં અને કોતરણી વાળા પથ્થરો જ દેખાયા હતા. જો કે જેમ જેમ સાવચેતીથી ખોદકામ કરવાનું ચાલુ રાખતા ભો માં ભંડારાયેલી કલાત્મક વાવ જોવા મળી હતી.
પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવની પૌરાણિકતા અને ઐતિહાસિક મહત્વ અંગે વધુ સંશોધન કરવામાં આવનાર છે. આ શોધ ગુજરાતના સમૃદ્ધ ઐતિહાસિક વારસામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરશે તેમ માનવામાં આવે છે. આ પ્રાચીન વાવ રાજ્યના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને અભ્યાસ માટે એક નવું ક્ષેત્ર ખોલી શકે છે.
Breaking News : પટેલવાદ પર ઘા કરતા આનંદીબહેન પટેલ, કહ્યું- ક્યાં સુધી કડવા લેઉવાના નામે વહેંચાયેલા રહીશું, હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી, જુઓ વીડિયો
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
