AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લી જિલ્લાના રાજકીય આગેવાનના ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર !

અરવલ્લી જિલ્લાના રાજકીય આગેવાનના ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર !

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 1:10 PM
Share

ભિલોડા પોલીસે, એરંડાના વાવેતરની વચ્ચે કરેલા ગાંજાના વાવેતર અંગે આરોપી સંજય ગમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડાયું છે તે ખેતરના માલિક, સહકારી આગેવાન અને પૂર્વ રાજકીય નેતા હોવાની વાત સામે આવી રહી છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામેથી ખેતરમાં વાવેતર કરાયેલલ ગાંજાના છોડ ઝડપાયા છે. શિવરાત્રીના આગલા દિવસે ભિલોડા પોલીસે તાલુકામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાના વાવેતર કરાયેલા ખેતરના માલિક પૂર્વ નેતા હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ભિલોડા પોલીસે કુલ 23 જેટલા ગાંજાના છોડ વાવેતર કરેલા ઝડપ્યા છે. જેનુ વજન 9 કિલો 700 ગ્રામ થયું હતું. આ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની પણ ભિલોડા પોલીસે ધરપકડ કરી છે.

ભિલોડા પોલીસે, એરંડાના વાવેતરની વચ્ચે કરેલા ગાંજાના વાવેતર અંગે આરોપી સંજય ગમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે ખેતરમાંથી ગાંજાનું વાવેતર પકડાયું છે તે ખેતરના માલિક, સહકારી આગેવાન અને પૂર્વ રાજકીય નેતા હોવાની વાત સામે આવી રહી છે. જો કે ભિલોડા પોલીસ ખેતરના માલિકીપણા અંગે પણ તપાસ કરાશે.

શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોવાથી ખેતર માલિકનું નામ સ્પષ્ટ થઈ શક્યું નથી, તેમ પીઆઈ એપી ચૌધરી એ જણાવ્યુ હતું. જો કે, યોગ્ય વિગતો સામે આવતા એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશે તેમ તેમણે કહ્યું હતું. ખેતર માલિક સામે પણ એનડીપીએસ એક્ટ મુંજબ જ કાર્યવાહી કરાય તેવી શક્યતા છે.

64 કિલો સોનું ગાયબ! મહુડી જૈન તીર્થધામમાં કરોડોના સોનાની ઉચાપતના આક્ષેપથી ખળભળાટ, ટ્રસ્ટીઓ અને સભ્યો વચ્ચે જામ્યો જંગ

g clip-path="url(#clip0_868_265)">