અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં મળશે નવો રન-વે, નવો રનવે મળતા પહેલાની જેમ હવાઈ મુસાફરી પૂર્વવત થશે

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે.

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં મળશે નવો રન-વે,  નવો રનવે મળતા પહેલાની જેમ હવાઈ મુસાફરી પૂર્વવત થશે
Air passengers will soon get a new runway at Ahmedabad airport
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 06, 2022 | 4:12 PM

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ (Air Port)એક નવો વિક્રમ સર્જવા જઈ રહ્યો છે અને તે છે રન વેની (RUN WAY) રિકાર્પેટીંગની (Recarpeting) કામગીરી કરવી. અને આ કામગીરી અમદાવાદ એરપોર્ટ વિવિધ સમસ્યા અને ગરમી વચ્ચે પણ કામ પુરજોશ આગળ વધારી પુરી કરી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોજ 140 ફલાઇટની અવરજવરનું સંચાલન કરી આ કામગીરી કરવામાં આવી રહી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાલી રહેલી રન-વેની રિકાર્પેટીંગની કામગીરીના કારણે રન-વે 9 કલાક માટે બંધ રાખી અને તે સિવાયના ફ્લાઇટ સંચાલનના 15 કલાક દરમિયાન દરરોજ 140 ફ્લાઈટ્સનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. એટલે કે મુસાફરોની અવરજવરની સાથે રનવેના રિકાર્પેટીંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જે એરપોર્ટની સૌથી મોટી સિદ્ધિ મનાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે રન વે 3.5 કિલોમીટર લાંબો અને 44 મીટર પહોળો છે. જે સમગ્ર રનવેના રિસરફેસિંગનું પાયાનું કાર્ય રનવેની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાનું છે. જેને મજબૂત બનાવવા  પ્રોજેક્ટમાં રનવે સ્ટ્રીપના ગ્રેડિંગ માટે 3,00,000 ક્યુબિક મિટર માટીકામનો સમાવેશ થાય છે. તેમજ 2,00,000 મેટ્રિક ટન હોટ મિક્સ ડામર બિછાવીને અને રનવેના યુનિડાયરેક્શનલ ક્રોસ ફોલની બન્ને દિશામાં ઢોળાવ બદલીને રનવેને જાળવવા માટે ‘હોટ મિક્સ ઓવરલેઈંગ’ પદ્ધતિ સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે અપનાવી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા સલાહકારોને પણ આ કામની અંદર જોડવામાં આવ્યા છે. જેથી કામગીરીમાં કોઇ ચૂક ન રહી જાય. અને કોઈ દુર્ઘટના ન સર્જાય.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રનવે સાથે કેવા પ્રકારની કરાઈ રહી છે કામગીરી

આ પ્રોજેક્ટમાં બંને બાજુએ રનવેની સમાંતર 8 કિ.મી. લાંબી ગટરનું બાંધકામ, એરસાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણના ભાગરૂપે વધારાના 5 ટેક્સીવેનું બાંધકામ પણ સામેલ છે. 2 રેપિડ એક્ઝિટ ટેક્સીવે સ્ટબ્સ, રનવે સેન્ટર લાઇન લાઇટની જોગવાઈ અને વધુ સારી વિઝીબીલીટી માટે RWY 23 માટે ટચ ડાઉન ઝોન લાઇટિંગ સમાવિષ્ટ છે.

રન વેની કામગીરીમાં 600થી વધુ કર્મચારીઓ કામ પર લગાવ્યા છે. તેમજ સુરક્ષાના સખ્ત પગલાં સાથે રનવેને નિયમિત હવાઈ ટ્રાફિકની જવાબદારી અદા કરવા સધ્ધર બનાવવા માટે પેવર્સ, એક્સકેવેટર્સ, રોલર્સ, ડમ્પર્સ, બોવઝર્સ , મિકેનિકલ સ્વીપર્સ, ટ્રાન્ઝિટ મિક્સર્સ જેવી 200થી વધુ કન્સ્ટ્રક્શન મશીનરી સાથે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે એસ.વી.પી. એરપોર્ટએ અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવી છે. એરપોર્ટ પ્રોજેક્ટ ટીમે નિયત અવધિમાં રન-વેનું પ્રથમ લેયરિંગ પૂર્ણ કર્યું છે અને આગળનું કામ પ્રગતિમાં છે.

કામગીરી દરમિયાન અમદાવાદના SVPI એરપોર્ટે સર્જયો નવો વિક્રમ,  48 દિવસમાં 108,000 MT કરતાં વધુ ડામર પાથરી DBMનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ છે.

મે મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની છે ટાઈમ લાઇન

મળતી માહિતી પ્રમાણે હાલમાં 95 ટકા જેટલું રન વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો હવે રન વે ફિનિસિંગ આપવા અને કેટલાક કામ બાકી છે જે એપ્રિલ મહિનામાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. એટલે કે એપ્રિલ મહિનામાં રન વે બનીને તૈયાર થઈ જશે અને જો એ થાય તો મુસાફરોને આ નવો રનવે મે મહિનાના બદલે એપ્રિલ મહિનામાં જ ખુલો જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે SVPI એરપોર્ટના રનવે પર 17-જાન્યુ-2022થી કામ શરૂ કરાયુ અને તે કામ શરૂ થતાંના 48 દિવસોમાં 108,000 MT કરતાં વધુ ડામર પાથરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે.

રન વેના ઢડાવ પર અપાયું વિશેષ ધ્યાન

જૂનો રનવે હતો જે સમતલ હતો. જેથી ચોમાસા દરમિયાન રન વે પર પાણી ભરાઈ રહેતા હતા. જેથી ફ્લાઈટ મોડી પડતી હતી. જે બાબત પર વિશેષ ધ્યાન આપી નવા રન વે માં ઢડાવ આપવામાં આવ્યો છે. જેથી રન વે પણ વરસાદ દરમિયાન પાણી રોકાઈ ન રહે તેમજ રન વે પરથી પાણી સાઈડમાં ગયા બાદ ત્યાં પાણી ન ભરાય માટે ડ્રેનેજ સિસ્ટમ પણ બનાવાઈ છે.

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે શ્રેષ્ઠ શ્રેણીની મુસાફરીનો પ્રવાસીઓને અનુભવ કરાવવાની પ્રતિબદ્ધતા સાથે  સમગ્ર રનવે રિકાર્પેટિંગની પ્રક્રિયા દરમિયાન આરોગ્ય અને સલામતીનાં પગલાંના ઉચ્ચતમ ધોરણોને જાળવવામાં આવી રહ્યાં છે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે નવો રન વે બનીને જલ્દી શરૂ થાય. અને લોકો તેને નિહાળી નવી સુવિધાનો લાભ લઇ શકે.

આ પણ વાંચો :Jamnagar: યાયાવર પક્ષી પેઈન્ટેડ સ્ટોર્કને મળી પશુવાન 1962ની તાત્કાલિક સારવાર, જિલ્લામાં અત્યાર સુધીમાં 98 હજારથી વધુ પશુ-પક્ષીઓને અપાઈ સારવાર

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો

g clip-path="url(#clip0_868_265)">