Ahmedabad : કોરોનાકાળમાં મોટાભાગના રાજ્યોનું ટેક્સ કલેક્શન ઘટયું, પરંતુ ગુજરાતમાં કોઈ ખાસ અસર નહિ
Ahmedabad : કોરોનાકાળમાં મોટાભાગના રાજ્યોનું ટેક્સ કલેક્શન (Tax collection) ઘટ્યું છે, જોકે ગુજરાતને તેની કોઈ ખાસ અસર થઈ નથી. ગુજરાત હંમેશા વેપાર માટે પ્રચલિત રહ્યું છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય પણ ગુજરાતના વેપારીઓ કોઈપણ પરિસ્થિતિમાં વેપાર કરી જાણે તે માટે સક્ષમ છે આ વાત પુરવાર કરવા કોઈ પુરાવાની જરૂર નથી.
Ahmedabad : કોરોનાકાળમાં મોટાભાગના રાજ્યોનું ટેક્સ કલેક્શન (Tax collection) ઘટ્યું છે, જો કે ગુજરાતને તેની કોઈ ખાસ અસર થઈ નથી. વર્ષ 2021-22 માટે અત્યાર સુધીમાં 12 હજાર કરોડ રૂપિયા ટેક્સ (Tax)ની આવક ઇન્કમટેક્સ વિભાગ (Incometax department)ને થઈ છે. જે ગતવર્ષની સરખામણીએ 126% વધુ છે.
કોરોનાકાળમાં ગુજરાતના વેપાર-ધંધા પર ચોક્કસ નિયંત્રણ રાખવામાં આવ્યા હતા. જેને કારણે મોટાભાગના વેપારીઓની આવકમાં ઘટાડો નોંધાયો હતો, જોકે તેમછતાં ચાલુ વર્ષે ગુજરાતમાં ટેક્સ (Tax) ની આવક સારી થઈ છે.
પ્રિન્સિપાલ કમિશનર ઓફ ગુજરાત ઇન્કમટેક્સ (Tax) તરીકે રવીન્દ્ર કુમારની વરણી થતા રવીન્દ્ર કુમાર દ્વારા ઇન્કમટેક્સ વિભાગના વિવિધ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં ટેક્સની આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાકાળમાં ઇન્કમટેક્સ વિભાગ (Incometax department)ના 24 અધિકારી તેમજ કર્મચારીઓના જીવ કોરોના (corona)ને કારણે ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હજુ ફક્ત કોરોનાના કેસો જ ઓછા થયા છે.
પરંતુ કોરોના મહામારી ગઈ નથી. જેને કારણે રવીન્દ્ર કુમારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને ફેસલેસ સિસ્ટમ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સલાહ આપી હતી.જેથી કરદાતાઓને વિવિધ કામો માટે ઇન્કમટેક્સ કચેરીના ધક્કા ખાવાની જરૂર ન પડે. અને કોરોનાકાળમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ કરદાતાના સીધા સંપર્કમાં ન આવે.
1986 બેચના IRS અધિકારી રવીન્દ્ર કુમારે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલા રવીન્દ્ર કુમાર કેરળ ઇન્કમટેક્સના ચીફ કમિશનર (Chief Commissioner) તરીકે ફરજ બજવતા હતા. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં કેરળની આર્થિક પરિસ્થિતિ વિકટ છે. કારણ કે કેરળ રાજ્ય મુખ્યત્વે ટુરિઝમ પર નભતું રાજ્ય છે અને કોરોનાકાળમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી (Tourism industry) બંધ રહેવાને કારણે કોઈ ખાસ આવક કેરળમાં થઈ નથી. જેને કારણે કેરળમાં ચાલુ વર્ષે ઇન્કમટેક્સ (Tourism industry)નો વાર્ષિક ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ છે.
ગુજરાત ઇન્કમટેક્સ (Gujarat Income Tax) વિભાગમાં કરદાતાઓની મોટાભાગની ફરિયાદોનું નિવારણ ત્વરિત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત વર્ષે 1283 ફરિયાદ હતી જેમાંથી 90% ફરિયાદનું નિવારણ લાવી દેવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં ચાલુ વર્ષની 444 ફરિયાદ ઇન્કમટેક્સ વિભાગને મળી છે. જેમાંથી 423 ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે.
નવ નિયુક્ત પ્રિન્સિપાલ ચીફ કમિશનર(Chief Commissioner) રવીન્દ્ર કુમારનું માનવું છે ગુજરાતમાં ઇન્કમટેક્સ રીટર્ન કરવાના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં રીટર્ન ભરવામાં આવે છે. જો ગુજરાતના વેપારીઓ એડવાન્સ ટેક્સ ભરવાનું શરૂ કરી દે વેપારીઓને તેમજ કેન્દ્ર સરકાર બંને ને આ પરિસ્થિતિમાં ફાયદો થઈ શકે તેમ છે.
ગુજરાત હંમેશા વેપાર માટે પ્રચલિત રહ્યું છે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય પણ ગુજરાતના વેપારીઓ કોઈપણ પરિસ્થિતિમાં વેપાર કરી જાણે તે માટે સક્ષમ છે આ વાત પુરવાર કરવા કોઈ પુરાવા ની જરૂર નથી. કોરોનાકાળમાં ભલે દેશના અર્થતંત્રને અસર પહોંચી હોય પરંતુ ગુજરાતના વેપારીઓની આવકમાં ઘટાડો નથી થયો તે વાતની પુષ્ટિ અત્યાર સુધી ગુજરાતમાં ભરાયેલા ઇન્કમટેક્સ રીટર્ન (Incometax return)પરથી થાય છે.
આ પણ વાંચો : Gandhinagar : કોરોનાકાળમાં જીવન આસ્થા હેલ્પ લાઈન 116 લોકો માટે સંજીવની બની
આ પણ વાંચો : Gandhinagar : યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યપ્રધાન વિજય રુપાણીની મુલાકાત લીધી