Gandhinagar : કોરોનાકાળમાં જીવન આસ્થા હેલ્પ લાઈન 116 લોકો માટે સંજીવની બની
Gandhinagar : જીવનથી કંટાળેલા તેમજ માનસિક રીતે હારેલા વ્યક્તિઓ દ્વારા અનેકવાર આપઘાત (Suicide)કર્યા હોવાના કિસ્સા સામે આવે છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી જીવન આસ્થા હેલ્પ લાઈન પર કોરોનાકાળ દરમિયાન ભાવનાત્મક અને માનસિક સમસ્યાથી પીડાતા હોય તેવા 19થી 35 વર્ષના લોકોના સૌથી વધુ ફોન આવ્યા છે.
Gandhinagar : જીવનથી કંટાળેલા તેમજ માનસિક રીતે હારેલા વ્યક્તિઓ દ્વારા અનેકવાર આપઘાત (Suicide)કર્યા હોવાના કિસ્સા સામે આવે છે. કોરોના કાળમાં 70થી વધુ લોકો કે જેઓ પોતાનું જીવન ટુંકાવવાનું મન બનાવી ચૂક્યા છે તેમના જીવ આ જીવન આસ્થા છે.
જીવનથી કંટાળેલા તેમજ માનસિક રીતે હારેલા વ્યક્તિઓ દ્વારા અનેકવાર આપઘાત (Suicide)કર્યા હોવાના કિસ્સા સામે આવે છે. રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી જીવન આસ્થા હેલ્પ લાઈન પર કોરોના કાળ દરમિયાન ભાવનાત્મક અને માનસિક સમસ્યાથી પીડાતા હોય તેવા 19થી 35 વર્ષના લોકોના સૌથી વધુ ફોન આવ્યા છે, જેમાં 70થી વધુ લોકો કે જેઓ પોતાનું જીવન ટુંકાવવાનું મન બનાવી ચૂક્યા છે. તેમના જીવ આ જીવન આસ્થા હેલ્પ લાઈન (helpline) દ્વારા બચાવાયા છે.
જીવન આસ્થા હેલ્પ લાઈન (Jeevan Aastha helpline)અંગે વિસ્તારથી વાત કરીએ તો વર્ષ 2015થી શરૂ કરવામાં આવેલી આ હેલ્પ લાઈન લોકોના જીવ બચાવવા તેમજ તેમના જીવનમાં આવી પડેલી મુશ્કેલી બાદ ડિપ્રેશન,સ્ટ્રેસ જેવી સ્થિતીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
જોકે વાત કોરોના કાળની કરીએ તો છેલ્લાં એક વર્ષમાં આ હેલ્પ લાઈન (helpline)પર કોલ્સનું પ્રમાણ એકાએક વધી ગયું છે. હેલ્પ લાઈનનું સંચાલનકર્તા કહે છે કે, હેલ્પ લાઈન શરૂ થઈ ત્યારથી રોજીંદા 40થી 50 કોલ આવતાં હતા. પરંતુ કોરોનાકાળ દરમિયાન ફોનનું પ્રમાણ વધીને 90થી 100 થઈ ગયું છે.
કોરોના કાળ દરમિયાન મહત્વની સમસ્યાઓ અંતર્ગત આવેલા ફોનની વિગતો
- આપઘાત માટે – 330
- સામાજીક સમસ્યા – 04
- આંતરિક સમસ્યા – 534
- શૈક્ષણિક સમસ્યા – 112
- આર્થિક સમસ્યા – 34
- વ્યવસાયિક સમસ્યા – 51
- માનસિક સમસ્યા – 20
- ભાવનાત્મક સમસ્યા – 905
- નશાની સમસ્યા – 26
આ તો વાત થઈ કોરોના કાળની. જો કે કોરોના કાળ દરમિયાન તેમજ અગાઉના સમયમાં હેલ્પ લાઈનના સંચાલકો દ્વારા એવા લોકો કે જેઓ પોતાના જીવનથી કંટાળી ચૂક્યા છે. તેમજ પોતાની પર આવી પડેલી સમસ્યાથી ભાંગી પડ્યા છે તેવા લોકોનું માર્ગદર્શન કરી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માટે હેલ્પ લાઈન (helpline) પર કાઉન્સિલર તેમજ હેડ કાઉન્સિલર , સાયકોલોજીસ્ટ (Psychologist)અને મનોચિકિત્સક સહિત ત્રિ-સ્તરીય કાઉન્સેલિંગ કરવામાં આવે છે.
જીવન આસ્થા હેલ્પ લાઈન (Jeevan Aastha helpline)પર કોરોનાકાળ દરમિયાન આવનારા કોલ પૈકી ભાવનાત્મક, આપઘાત (Suicide)માટે અને માનસિક સમસ્યા થઈ હોવાના સૌથી વધુ ફોન 19 વર્ષથી 35 વર્ષની વય વચ્ચેના લોકોના હોવાનું સામે આવ્યું છે.
વર્ષ 2015થી હેલ્પ લાઈનની શરૂઆત થઈ અને ત્યાર બાદ અત્યાર સુધીમાં આવનારા કોલ્સ કરતાં કોરોનાકાળ દરમિયાન આવનારા કોલ્સનું પ્રમાણ સરેરાશ 52 ટકા જેટલું વધારે નોંધાયું છે. બીજી તરફ કોરોનાકાળ દરમિયાન 70 તથા હેલ્પ લાઈન શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં અંદાજે 116 જેટલા લોકોનો જીવન આસ્થા હેલ્પ લાઈનને કારણે બચી શક્યો છે.