બોલીવૂડ સ્ટાર્સનું લગ્ન માટેનું ફેવરીટ સ્થળ રાજસ્થાન, જુઓ કયા સ્ટાર્સે અહીં લીધા છે સાત ફેરા

બોલીવૂડના સ્ટાર્સ લગ્ન કરવા માટે મોટેભાગે ખાસ ડેસ્ટિનેશન પસંદ કરે છે અને આ લિસ્ટમાં રાજસ્થાન પ્રથમ સ્થાને છે આજે અમે એ સેલિબ્રિટીની લિસ્ટ લઇને આવ્યા છીએ જેમણે લગ્ન માટે રાજસ્થાનને પસંદ કર્યુ

Nov 30, 2021 | 9:52 AM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 30, 2021 | 9:52 AM

વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નના સમાચાર હાલમાં બોલિવૂડમાં જોરશોરથી ચાલી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને રાજસ્થાનમાં 9 ડિસેમ્બરે શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટરીના વિકીની પહેલા પણ બોલિવૂડની અનેક હસ્તીઓએ રાજસ્થાનમાં ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ તરીકે લગ્ન કર્યા છે. આવો જાણીએ આવા સ્ટાર્સ વિશે-

1 / 6
બોલિવૂડની 90ના દાયકાની અભિનેત્રી રવિના ટંડને રાજસ્થાનમાં જ અનિલ થડાની સાથે સાત ફેરા લીધા હતા. રવિનાએ ઉદયપુરના જગ મંદિર પેલેસમાં લગ્ન કર્યા હતા.

2 / 6
પ્રિયંકા ચોપરાએ 1 ડિસેમ્બર, 2019 ના રોજ તેના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્ન કર્યા. પ્રિયંકાએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં બે રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ પણ ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.

3 / 6
હોટેલિયર અને અભિનેતા વિક્રમ ચટવાલે ઉદયપુરના શિવ નિવાસ પેલેસમાં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન તે સમયે ખૂબ ચર્ચામાં હતા. તેણે રાજસ્થાનના જનાના મહેલમાં ગાલા પાર્ટી પણ કરી હતી.

4 / 6
દ્રશ્યમ અભિનેત્રી શ્રિયા સરને ઉદયપુરમાં તેના બોયફ્રેન્ડ આંદ્રે કોશેવ સાથે લગ્ન કર્યા. શ્રેયાના લગ્ન ઉદયપુરના દેવગઢ પેલેસમાં થયા હતા, અભિનેત્રીએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા.

5 / 6
બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશે પણ લગ્ન માટે રાજસ્થાનના ઉદયપુરને પસંદ કર્યું હતું. નીલે રુક્મિણી સહાય સાથે ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. આ લગ્નમાં બોલિવૂડનું લગભગ દરેક મોટું નામ હાજર હતું.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati