ચુસ્ત ડ્રેસ અને હાઈ હિલમાં પોતાને ન સંભાળી શકી Nora Fatehi? પડતા-પડતા આપ્યા પોઝ
નોરા ફતેહી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. તેમનો કોઈપણ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર આવીને છવાઈ જાઈ છે. લોકો આતુરતાથી તેમના ડાન્સનો વીડિયો આવવાની રાહ જુએ છે. તે તેમના ડાન્સની સાથે સાથે તેમના કિલર લૂકનો તડકો પણ ઉમેરે છે.

નોરા ફતેહી બ્લુ બોડીકોન ગાઉનમાં 'ડાન્સ દીવાને 3' માં જ્જ તરીકે પહોંચી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસ્વીરો પણ શેર કરી છે. તે દરેક ફોટોમાં જુદી જુદી અભિવ્યક્તિ આપતી જોવા મળી રહી છે. ઉપરાંત, તેમણે આકર્ષક અને આશ્ચર્યજનક પોઝ આપ્યા છે.

તેમની તસવીરો જોતાં લાગે છે કે તે પડી રહી છે. એવું લાગે છે કે તે તેમના ચુસ્ત ડ્રેસ અને ઊંચી હીલમાં પોતાને નિયંત્રિત કરી શકી નથી. પરંતુ તેવુ નથી, નોરા દરેક ફોટામાં મનોરંજન પોઝ આપી રહી છે.

નોરા ફતેહીના આ ફોટાઓને જોતા, ખબર પડે છે કે તે કેટલી ફિટ અને ફ્લેક્સીબલ છે. તે આ ચુસ્ત ફીટ ડ્રેસમાં પણ પોતાને સરળતાથી બેલેન્સ કરી રહી છે.

'ડાન્સ દીવાને 3' ના સેટ પરથી નોરાની તસ્વીરો અને વીડિયો ઘણીવાર વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નોરા ફતેહી તેમની તસ્વીરો અને વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે.

નોરા ફતેહીના ચાહકો અભિનેત્રીની ફિટનેસ અને અમેઝિંગ પોઝની તસ્વીરોથી ખૂબ જ ખુશ છે. આ તસ્વીરો પસંદ કરવા સાથે તેઓ તેમના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી ટૂંક સમયમાં અજય દેવગન અને સોનાક્ષી સિંહા અભિનીત ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં જોવા મળશે. આ દિવસોમાં નોરા ઘણા રિયાલિટી શોમાં જોવા મળી રહી છે.