Manoj Bajpayee ગયા વર્ષે મળ્યા હતા લાલુ યાદવને, હવે રાજકારણમાં આવવા અંગે આપ્યું આ મોટું નિવેદન
Manoj Bajpayee On Politics : ગયા વર્ષે મનોજ બાજપેયી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને મળ્યા હતા. હવે તેણે રાજકારણમાં જોડાવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

Manoj Bajpayee On Politics : ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયી ગયા વર્ષે બિહારના પટનામાં આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને મળ્યા હતા. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે મનોજ બાજપેયી રાજકારણમાં આવવાના છે. જો કે મનોજ બાજપેયીએ હવે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં આવે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા મનોજ બાજપેયીએ કહ્યું, “જ્યારે હું છેલ્લી વખત બિહાર ગયો હતો, ત્યારે હું આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને મળ્યો હતો. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, હું રાજકારણમાં પ્રવેશ કરીશ. મને 200 ટકા ખાતરી છે કે હું આવું નહીં કરું. રાજકારણમાં જોડાવાનો સવાલ જ ઊભો થતો નથી.”
बिहार की माटी के लाल,हिंदी सिनेमा के सुप्रसिद्ध एवं संजीदा अभिनेता पद्मश्री @BajpayeeManoj जी आवास पर मिलने पहुँचे और पिता श्री @laluprasadrjd जी के स्वास्थ्य लाभ की जानकारी प्राप्त की।
इन्होंने मेहनत व काबिलियत के बदौलत फिल्म इंडस्ट्री में पहचान बना बिहार को गौरवान्वित किया है। pic.twitter.com/CMPwwJ624t
— Tejashwi Yadav (@yadavtejashwi) September 17, 2022
પોતાની મહેનતથી એક અલગ જ ઓળખ બનાવી
સપ્ટેમ્બરમાં, તેજસ્વી યાદવે પોતે મનોજ બાજપેયી સાથેની મુલાકાતની ઝલક ટ્વિટર પર શેર કરી હતી. ત્યારે તેમણે લખ્યું હતું કે, બિહારની ધરતીના લાલ મનોજ બાજપેયીના ઘરે મળવા આવ્યા હતા અને પિતા લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેજસ્વીએ લખ્યું કે મનોજ બાજપેયીએ પોતાની મહેનતથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી અને બિહારને ગૌરવ અપાવ્યું છે.
ફિલ્મ ‘સિર્ફ એક બંદા’ નું કરી રહ્યા છે પ્રમોશન
મનોજ બાજપેયી તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ના પ્રમોશન માટે પટના પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકારણમાં જોડાવાની તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું. તેણે કહ્યું કે, હું એક્ટર છું અને એક્ટર રહીશ. રાજકારણમાં જોડાવાનો પ્રશ્ન કેવી રીતે ઉભો થઈ શકે?
બિહારની નવી ફિલ્મ નીતિ પર શું કહ્યું?
આ દરમિયાન મનોજ બાજપેયીએ બિહારની નવી ફિલ્મ નીતિ પર નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ટૂંક સમયમાં નવી ફિલ્મ પોલિસી લાવવી જોઈએ, જેથી રાજ્યના કલાકારોને યોગ્ય એક્સપોઝર મળી શકે. તેમણે કહ્યું કે આ નીતિથી એવા ફિલ્મ નિર્માતાઓને પણ ફાયદો થશે. જેઓ અહીં શૂટિંગ કરવા માગે છે.