AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં સૂવું મોંઘુ પડ્યું, ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બન્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે અડધી સદી ફટકારનાર પાકિસ્તાનના બેટ્સમેનને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં સૂવું મોંઘુ પડ્યું હતું. આ ખેલાડીએ મેદાનમાં પહોંચવામાં વધુ સમય લેતા ટાઈમ આઉટ થયો હતો. તે આ રીતે આઉટ થનાર પ્રથમ પાકિસ્તાની ક્રિકેટર બન્યો હતો.

આ ખેલાડીને ડ્રેસિંગ રૂમમાં સૂવું મોંઘુ પડ્યું, 'ટાઈમ આઉટ' થનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન બન્યો
Saud Shakeel Timed outImage Credit source: PTI
| Updated on: Mar 06, 2025 | 4:50 PM
Share

ક્રિકેટના મેદાન પર આપણને દરરોજ કંઈક નવું જોવા મળે છે, પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ઈતિહાસમાં નોંધાઈ જાય છે. આવી જ એક દુર્લભ ઘટના પાકિસ્તાનની સ્થાનિક ટુર્નામેન્ટ પ્રેસિડેન્ટ્સ ટ્રોફીની ફાઈનલમાં બની હતી, જ્યારે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ના બેટ્સમેન સઈદ શકીલને ડ્રેસિંગ રૂમમાં સૂવા બદલ ‘ટાઈમ આઉટ’ જાહેર કરવામાં આવ્યો હતો.

સઉદ શકીલ ‘ટાઈમ આઉટ’

મેચ દરમિયાન, SBP ટીમ 128/1 પર મજબૂત સ્થિતિમાં હતી. ત્યારબાદ ઝડપી બોલર મોહમ્મદ શહઝાદે ઉમર અમીન અને ફવાદ આલમને સતત બે બોલ પર આઉટ કરીને સ્કોર 128/3 સુધી પહોંચાડ્યો. આ ઝટકા પછી, સઉદ શકીલને બેટિંગમાં આવવું પડ્યું, પરંતુ તે ત્રણ મિનિટમાં ક્રીઝ પર પહોંચી શક્યો નહીં. આના પર PTV ટીમના કેપ્ટન અમાદ બટ્ટે અપીલ કરી, જેને અમ્પાયરોએ સ્વીકારી અને સઉદ શકીલને ‘ટાઈમ આઉટ’ જાહેર કરવામાં આવ્યો.

‘ટાઈમ આઉટ’ નિયમ શું છે?

ક્રિકેટના નિયમો અનુસાર, જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે, ત્યારે બીજા બેટ્સમેનને ત્રણ મિનિટની અંદર ક્રીઝ પર આવવું પડે છે. જો તે સમયસર ન પહોંચે અને વિરોધી ટીમ અપીલ કરે, તો અમ્પાયર તેને ‘ટાઈમ આઉટ’ જાહેર કરી શકે છે. આ નિયમનું ઉલ્લંઘન કરીને આઉટ થનાર શકીલ પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ રીતે આઉટ થનાર માત્ર સાતમો બેટ્સમેન બન્યો હતો.

ટીમને મોટું નુકસાન થયું

શકીલના ટાઈમ આઉટ થયા પછી, મેદાનમાં આવનારો બીજો બેટ્સમેન ઈરફાન ખાન હતો, પરંતુ શહઝાદે તેને પહેલા જ બોલ પર આઉટ કરીને તેની હેટ્રિક પૂર્ણ કરી. આ પછી, SBPનો સ્કોર 128/1 થી ઘટીને 128/5 થઈ ગયો, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ અને મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલાઈ ગયો.

આ પણ વાંચો: ગૌતમ ગંભીરના 4 મોટા નિર્ણયો, જેના માટે તેની ટીકા થઈ, હવે તે જ નિર્ણયો જીતનું કારણ બન્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">