ગરમા-ગરમ ધુમાડો નીકળતો હોય તેવુ ભોજન કેમ ન ખાવુ જોઈએ- જાણ પ્રેમાનંદ મહારાજ પાસેથી

6 March 2025

ઘણા લોકો તેમના પ્રશ્નોના જવાબો જાણવા વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનો સંપર્ક કરે છે. લોકો તેની વાતોને ધ્યાનમાં રાખે છે અને તેને અનુસરે પણ છે.

થોડા સમય પહેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે જો તમે ગરમા-ગરમ વરાળ નીકળતો ખોરાક ખાઓ તો શું થાય છે.

પ્રેમાનંદ મહારાજે કહ્યું, 'ગરમા-ગરમ ધુમાડો નીકળતો ખોરાક ખાવાથી, ખોરાક ગમે તેટલો સાત્વિક હોય, તે તમોગુણી બની જાય છે.'

થોડા સમય પહેલા પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે ગરમા- ગરમ ધુમાડો નીકળતો ખોરાક કેમ ન ખાવો જોઈએ

"જ્યારે ખોરાક થોડો ઠંડો થઈ જાય, ધુમાડો ઓસરી જાય, પછી ખાઓ. ધુમાડો નીકળતો હોય તેવો ખોરાક ન લેવો જોઈએ" તેમણે કહ્યુ અમે ગરમા-ગરમ ભોજન ન મેળવી શકીએ કારણ કે એ પહેલા તો  પ્રિયલાલને (ભગવાનને અર્પણ કરવામાં આવે છે)

"ત્યાર બાદ જે પ્રસાદ આપવામાં આવશે તે અદ્ભુત સ્વાદિષ્ટ અને ચાષ્ટામૃત હશે. ગરમા-ગરમ ત ન લઈ શકીએ. પ્રિયલાલને અર્પણ કરીને જ લેવો જોઈએ."

'સાધકે આ તળેલું અને ખૂબ મસાલેદાર ભારીભરખમ ન ખાવું જોઈએ. પુરી, લાડુ, જલેબી, સમોસા, કચોરી, હલવો, ગુલાબ જાંબુ, સાધકે ન ખાવા જોઈએ.

'એક-બે દિવસ કંઈ જ ન ખાવાની ટેવ પાડો, ખૂબ ભજન કરો.'

'જમતી વખતે ખાસ તકેદારી એ છે કે કોઈની ક્રોધિત વાતો યાદ ન રાખો, કોઈ કામ-ભોગવાળી વાતોને યાદ ન કરો.  કોઈ ગંદા વિષયને યાદ ન કરો, કોઈ શ્લોકનું ચિંતન કરતા કરતા આરામથી ભોજન ગ્રહણ કરવુ જોઈએ.