AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુશાંત સિંહ રાજપૂતથી લઈને મનોજ બાજપેયી સુધી, આ બોલિવુડ સેલેબ્સે બિહારનું નામ કર્યું રોશન, જાણો આ એક્ટર્સે કેટલો કર્યો છે અભ્યાસ

છેલ્લાં કેટલાક વર્ષોમાં બિહાર રાજ્યમાંથી ઘણી પ્રતિભાશાળી વ્યક્તિઓ સામે આવી છે. જેઓ બિહારમાં જ ભણ્યા અને આજે તેઓ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Celebs) ધૂમ મચાવી રહ્યા છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત, પંકજ ત્રિપાઠી, મનોજ બાજપેયી જેવા ઘણાં સેલેબ્સના નામ સામેલ છે. આવો જાણીએ તેઓએ કેટલો અભ્યાસ કર્યો છે.

સુશાંત સિંહ રાજપૂતથી લઈને મનોજ બાજપેયી સુધી, આ બોલિવુડ સેલેબ્સે બિહારનું નામ કર્યું રોશન, જાણો આ એક્ટર્સે કેટલો કર્યો છે અભ્યાસ
Bollywood Celebs
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:07 PM
Share

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સેલેબ્સ છે, જે બિહાર સાથે જોડાયેલા છે. બાળપણથી લઈને મોટા થવા સુધી તેમને બિહારમાં જ અભ્યાસ કર્યો હતો. પરંતુ બાદમાં તેઓ પોતાના સપના પૂરા કરવા માટે મુંબઈ આવ્યા અને એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવ્યું. તેઓ માટે એક્ટર બનવાનો માર્ગ તેના માટે સરળ ન હતો, પરંતુ તેઓએ ક્યારેય હાર ન માની અને ઘણા રિજેક્શન પછી, આજે તેમનું નામ આખરે એ લિસ્ટ એક્ટર્સમાં સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂત

બોલીવુડના ટોપ એકટર્સમાંથી એક સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારના પટનામાં થયો હતો. કાઈ પો છે! એક્ટરે પટનાની સેન્ટ કેરેન્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદમાં દિલ્હીની કુલાચી હંસરાજ મોડલ સ્કુલમાં એડમિશન લીધું હતું. વધુ શિક્ષણ માટે સુશાંતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવા માટે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. પરંતુ તેણે એક્શન અને શોબિઝમાં પોતાનું નસીબ અજમાવવા માટે કોલેજ છોડી દીધી હતી.

પંકજ ત્રિપાઠી

ભારતીય મનોરંજન ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ પ્રતિભાઓમાંના એક પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. મિર્ઝાપુર એક્ટર હાઈસ્કૂલ પછી પટનામાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અને ત્યારબાદ હાજીપુરમાં અભ્યાસ કરવા માટે ગયો. ત્યારબાદ તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાથે જોડાયા, જ્યાંથી તે 2004માં સ્નાતક થયો. ત્યારબાદ તેને બોલિવુડમાં સારી ફિલ્મો આપી. તેમના પાત્રો અને ડાયલોગ્સ પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે.

ઈમ્તિયાઝ અલી

છેલ્લા 2 દાયકામાં કેટલીક બેસ્ટ રોમેન્ટિક ફિલ્મોના નિર્દેશન કરવા માટે જાણીતા, ઈમ્તિયાઝ અલી બિહાર (હાલ ઝારખંડ)ના જમશેદપુરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. જબ વી મેટ નિર્દેશકે તેમનું પ્રારંભિક શિક્ષણ સેન્ટ માઈકલ હાઈસ્કૂલ પટનામાં પૂર્ણ કર્યું છે અને ત્યારબાદ જમશેદપુરની ડીબીએમએસ ઈંગ્લિશ સ્કૂલમાં જોડાયા. વધુ શિક્ષણ માટે ઈમ્તિયાઝ દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાં જોડાયા, જ્યાં તેમને ઈબ્તિદા નામની નાટક સમાજની શરૂઆત કરી. બાદમાં તેઓ ઝેવિયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશનમાંથી ડિપ્લોમા કોર્સ કરવા માટે મુંબઈ ગયા.

મનોજ બાજપેયી

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયા પાસેના એક નાના ગામમાં રહેનાર મનોજ બાજપેયીએ મહારાણી જાનકી કુંવર કોલેજમાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. દિલ્હી ગયા પછી મનોજે સત્યવતી અને રામજસ કોલેજ, દિલ્હી યુનિવર્સિટીની અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી તેને એક્ટર બનવા માટે સ્ટ્રગલ કર્યો અને આજે તે ફેમસ એક્ટર તરીકે ઓળખાય છે.

આ પણ વાંચો : રાની મુખર્જીએ પાપારાઝી સાથે કેક કટ કરી સેલિબ્રેટ કર્યો બર્થડે, એક્ટ્રેસનો સિમ્પલ લુક થયો વાયરલ

શત્રુઘ્ન સિન્હા

બિહારના પટનામાં જન્મેલા શત્રુઘ્ન સિંહાએ પટના સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી અભિનયમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી. એક્ટરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે.

g clip-path="url(#clip0_868_265)">