આ તારીખે રિલીઝ થશે ‘કલ્કી 2898 એડી’ , ફિલ્મ પાછળ મેકર્સે પાણીની જેમ પૈસા વાપર્યા
પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટની જેવા સ્ટાર કલ્કી ફિલ્મમાં જોવા મળશે. જેના માટે ચાહકો ખુબ આતુર છે. ફિલ્મમાં કમલ અને દિશાને છોડી તમામના લુક સામે આવી ચુક્યા છે.
‘કલ્કી 2898 એડી’ એ 2024 માં રિલીઝ થનારી સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે અને તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં સાઉથ સિવાય બોલિવુડના દિગ્ગજો પણ જોવા મળશે. મેકર્સે આ ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા છે. ફિલ્મને શાનદાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી.આ ફિલ્મમાં અનેક સ્ટાર કાસ્ટ છે અને તે અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક છે. હવે ‘કલ્કી 2898 એડી’ના નિર્માતાઓએ ફિલ્મમાંથી એક નવું પાત્ર રજૂ કર્યું છે. સાથે જ પ્રભાસના પાત્ર ભૈરવની નવી ઝલક પણ રજૂ કરવામાં આવી છે.
ભારતની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક
‘કલ્કી 2898 એડી’ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જે હિન્દુ કથાઓ પર આધારિત છે. ફિલ્મ નાગ અશ્વિન દ્વારા લિખિત અને નિર્દેશિત છે. વૈજયંતી ફિલ્મ દ્વારા આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. ફિલ્મમાં ડાયલોગ સાંઈ માધવ બુર્રાએ લખ્યા છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો નાગ અશ્વિન દ્રારા નિર્દેશિત સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કી 2898 એડી પ્રભાસની સાથે કમલ હાસન, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટની અને અન્ય સ્ટાર કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 27 જૂનના રોજ રિલીઝ થશે.
!
Catch the reveal exclusively on @StarSportsIndia at 7:15 PM today.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7@DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #IPLonStar pic.twitter.com/eUb6FMzYLl
— Kalki 2898 AD (@Kalki2898AD) April 21, 2024
600 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મ
600 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મને હિન્દીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની જવાબદારી રવિના ટંડનના પતિ અનિલ થડાનીની કંપની એએ ફિલ્મે લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મેકર્સે ફિલ્મની રીલિઝ ડેટ બદલાવી નાંખી છે. કારણ કે રિલીઝ ડેટ પાછળ જવાથી એક લાંબા વીકએન્ડનો ફાયદો મળશે. ફિલ્મ કલ્કીનો ટીઝર વીડિયો રિલીઝ થતા વાયરલ થઈ ચુક્યો છે. કારણ કે, સાલાર બાદ પ્રભાસને લઈ ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ માટે કલ્કી માટે કોઈ રિસ્ક લેવા માંગતા નથી.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો