Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પ્રેમીકા સાથે બદલો લેવા માટે પ્રેમીએ એવું કર્યું કે પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો

નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં બે દિવસ પહેલા લગ્ન હતા અને તે લગ્નમાં ભેટમાં મળેલી ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.

Surat: પ્રેમીકા સાથે બદલો લેવા માટે પ્રેમીએ એવું કર્યું કે પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 18, 2022 | 11:49 PM

Surat: નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં બે દિવસ પહેલા લગ્ન હતા અને તે લગ્નમાં ભેટમાં (Wedding gifts) મળેલી ગિફ્ટમાં થયેલા બ્લાસ્ટમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમી રાજુ પટેલની સંડોવણી બહાર આવી છે. રાજુ પટેલ પ્રેમીકાને મારવા માટે તેણે આ કારસો રચ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે બે લોકો જેમાં એક પ્રેમી અને બીજો મદદ કરનાર વ્યક્તિની ધરપકડ કરી. આ બાબતે સુરત રેન્જ આઈજી દ્વારા પત્રકાર પરિષદ કરી જાણકારી આપી હતી અને આ બાબતે હજુ પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

જો ઘટનાની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં ગાવીત પરિવારમાં લગ્ન પ્રસંગ હતા. તેમાં લતેશ ગાવીત નામના યુવકના લગ્ન દરમિયાન કોઈ એક વ્યક્તિ દ્વારા ચાર્જવાળુ રમકડું ગીફ્ટમાં આપવામા આવ્યું હતું. લગ્ન બાદ વરરાજા યુવક ગિફ્ટ ખોલીને રમકડું ચાર્જ કરતો હતો ત્યારે જ જોરદાર ધડાકો થયો હતો જેમાં બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશને ગંભીર ઇજા થઇ હતી. સાથે ઘટનામાં 3 વર્ષના બાળકને પણ ઇજા થઇ હતી. આમ આ ઘટના બનતા તાતત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે ખસેડાયા હતા.

આ મામલામાં લતેશને વધુ ઈજા થતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે આ કોઈ હાદસો ન હતો પણ એક મોટું મારી નાખવા માટેનું કાવતરું હોવાનું બહાર આવતા તમામ લોકો અને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ દુલ્હનની જેમ સજી, જુઓ તસવીર
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિનની ફેશન સેન્સ જોરદાર છે, જુઓ ફોટા
ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ

જ્યારે આ મામાલ બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ગીફ્ટ વરરાજા લતેશની સાળીના પૂર્વ પ્રેમી રાજુ પટેલે આપી હતી. પોલીસ દ્વારા ફોટો અને લગ્નનો વિડીયો જોતા કોણ આ ગિફ્ટ આપી હતી તે બાબતે તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો હતો અને કન્યા પક્ષની મોટી દીકરી સાથે લીવ ઇનમાં રહેતા હોવાથી ગીફ્ટ આપી હતી. સાથે તપાસમાં બહાર આવ્યું હતું કે, રાજુએ જ આ બ્લાસ્ટનો કારસો રચ્યો હતો. નવાઈની વાત અવ છે કે, રાજુ દ્વારા પ્રેમિકાને મારવા માટે આવું કાવતરું રચ્યું જેમાં ખરે ખર થોડા સમય માટે કોઈને ખ્યાલ પણ ન આવે તેણે પોતાની પ્રેમીકાને મારી નાખવાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પહેલા તો એવું લાગ્યું હતું કે કોઈ ઇલોકટ્રોનિક રમકડું છે તો કોઈ ફોલ્ટ થયો પણ આટલો મોટો ધકડાકો અને તે પણ એક નાના રામકડામાં જેથી શંકા ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે પ્રેમી રાજુ ધનસુખ પટેલે ભુતકાળમાં પણ પ્રેમીકા જાગૃતીને વોટસએપ પર મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે પોલીસમાં ફરીયાદ પણ કરવામાં આવી હતી. પણ રાજુ પટેલે ટેડી બિયરના સ્વરુપમાં ગીફ્ટ આપી હતી. તેણે રમકડામાં ડેટોનેટર સાથે વાયરીંગ કર્યું હતું. ગિફ્ટ જ્યારે ખોલવામાં આવી ત્યારે પ્લગમાં લગાવામાં આવતા જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેણે ટોયમાં ડિટોનેટર ફીટ કર્યું હતું.

આ ઘટનાને પોલીસ દ્વારા પર ગંભીરતાથી લેવામાં આવી હતી અને રેન્જ આઇજીએ કહ્યું કે, આરોપીના નક્સલ કનેકશન છે કે નહી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. આરોપી રાજુએ જ તાપી જીલ્લાની ક્વોરીમાંથી ડેટોનેટર મેળવ્યું હતું. બાદમાં પોલીસ હજું આ મામલાની ઉંડી તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે રાજેશ પટેલ તથા ડેટોનેટર આપનાર મહેશની ધરપકડ કરી હતી. માત્ર 6 દિવસના લગ્ન જીવનમાં વરરાજાને પોતાની આંખ ગુમાવવી પડી હતી.

g clip-path="url(#clip0_868_265)">