Morbi : આખરે આરોપીને મળી સજા ! સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને મળી આજીવન કેદની સજા, જુઓ Video
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને આખરે કોર્ટે સજા ફટકારી છે. 2022માં પાડોશીએ જ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. આ સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને આખરે કોર્ટે સજા ફટકારી છે. 2022માં પાડોશીએ જ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. આ સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કડકડ કાર્યવાહીના ભાગરુપે મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતાને 4 લાખના વળતર ચુકાવવાનો પણ આદેશ આપ્યો છે.
કાપોદ્રામાં મહિલા સાથે દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ
બીજી તરફ સુરતમાં વિધિના નામે ભૂવાએ મહિલા પર દુષ્કર્મ આચરનાર ભૂવાની પણ ધરપકડ કરવામાં આવી છે. જો ઘટનાની વાત કરીએ તો સુરતના કાપોદ્રામાં ધતિંગબાજ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતુ. વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીથી નરાધમ ભૂવો કાપોદ્રા આવીને આ કૃત્ય આચર્યું હતુ. 19 જાન્યુઆરીએ ભૂવો પીડિતાના ઘરે રોકાયો હતો. ત્યારે ભૂવાએ દંપતીને અન્ય રુમમાં બેસાડી મંત્રજાપ કર્યા હતા. ત્યારબાદ પીડિતા પર વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હતુ. ફરિયાદને આધારે નરાધમ ભૂવાની ધરપકડ કરવામાં આવી છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
