Gandhinagar : કલોલમાં મસાલાની દુકાનમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
ગુજરાતમાં ઉનાળો આવતાની સાથે જ આગની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે કલોલમાં મસાલાની દુકાનમાં આગ લાગી છે. જેમાં તેલ, ગોળ, મરચાં, હળદર સહિત મરી મસાલા બળીને ખાખ થઈ ગયો છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગી હોવાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો છતા પણ ફરી આગ લાગી હતી. જો આગની ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના જ બની હતી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્થળ પર પોલીસ કર્મીઓ હાજર ન હતા.
કલોલમાં તક્ષશિલા કાંડ થતા રહી ગયો…
બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વહેલી સવારે આગની બીજી ઘટના બની હતી. કલોલમાં તક્ષશીલાકાંડ થતા રહી ગયો. માણસા ઓવરબ્રિજ પાસે ટ્યુશન ક્લાસિસમાં આગ લાગી છે. કલાસરુપનો સામાન બળી ખાખ થયો છે. વહેલી સવારે ઘટના બનતા ટ્યુશન ક્લાસિસ બંધ હતા. કલોલ નપા ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવ્યો છે.

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા