Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
Image - Freepik
મોટાભાગના ઘરમાં અલગ અલગ પ્રકારના છોડ ઉગાડવામાં આવતા હોય છે.
પરંતુ ઉનાળામાં છોડનું યોગ્ય જતન રાખવામાં ન આવતા છોડ સુકાઈ જાય છે.
ઉનાળા છોડ લીલાછમ રહે તે માટે સૌથી પહેલા માટીને તૈયાર કરો. માટીમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો.
ઉનાળામાં છોડને વધુ પાણીની જરૂર પડે છે. તેથી ખાતરી કરો કે તમારા કુંડામાં યોગ્ય પાણીનો નિકાલ થાય તેનું ધ્યાન રાખો.
ઉનાળામાં છોડમાં સવારે કે સાંજે છોડને પાણી આપો. જેથી છોડની વૃદ્ધિ સારી થાય.
છોડને તીવ્ર સૂર્યપ્રકાશથી બચાવવા માટે કૂંડાને એવી જગ્યાએ રાખો. જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવે.
જો ઘરની બહાર છોડ રાખતા હોવ તો તેના પર છાંયડો આવે તે માટે જાળી મુકો.
છોડના પાંદડા સમયાંતરે સાફ કરો જેથી ધૂળ એકઠી ન થાય અને પાંદડા યોગ્ય રીતે શ્વાસ લઈ શકે. સૂકા કે સુકાઈ ગયેલા પાંદડા સમયસર કાપી નાખો. આ છોડને સ્વસ્થ રાખશે.