ChhotaUdepur : તાંત્રિક વિધિમાં બાળકીની બલી મામલે હવે પોલીસે માર્યો યુ ટર્ન, માનસિક વિકૃતિને કારણે હત્યા કરી હોવાનો ખુલાસો, જુઓ Video
અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી છોટાઉદેપુરમાં ઘટના બની હતી. જેમાં મોટા ખુલાસા થયા છે. તાંત્રિક વિધિમાં બાળકીની બલી મામલે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બલી મામલે હવે પોલીસે યુ ટર્ન માર્યો છે.
અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી છોટાઉદેપુરમાં ઘટના બની હતી. જેમાં મોટા ખુલાસા થયા છે. તાંત્રિક વિધિમાં બાળકીની બલી મામલે મોટા ખુલાસા થઈ રહ્યાં છે. બલી મામલે હવે પોલીસે યુ ટર્ન માર્યો છે. FIRમાં તાંત્રિક વિધિને લઈને હત્યા કરાઈ હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિને કારણે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીની બહેનની હત્યા બાળકીના પિતાએ કરી હોવાનું આરોપી માનતો હતો. ગઈકાલે પોલીસે તાંત્રિક વિધિને કારણે હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
જાણો શું હતી ઘટના
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ક્રુર ઘટના સામે આવી હતી. જ્યાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની હત્યા કરી નાખી હતી. પરંતુ આજે પ્રાપ્તથતી વિગતો અનુસાર લાલુ તડવીએ માનસિક વિકૃતિને કારણે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ આરોપી તાંત્રિક બાળકીના ઘરની સામે જ રહેતો હતો, તેને ઉઠાવી જઇને તેની બલી ચઢાવી દીધી હતી. જો કે મંદિર પાસે આ ઘટના બની હોવાના કારણે તાંત્રિક વિધિ કરી હોવાનું લોકોનું માનવું હતુ.

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર
