Rajkot : હકાભા ગઢવીને રાજકોટ સિવિલનો કડવો અનુભવ, ગંભીર ઈજા છતાં હોસ્પિટલે ધ્યાન ન દીધાનો આરોપ, જુઓ Video
ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. હાસ્ય કલાકાર હકાભાએ પોતાની આપવીતી વર્ણવી છે. થોડા દિવસ પહેલાં હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો હતો.
ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. હાસ્ય કલાકાર હકાભાએ પોતાની આપવીતી વર્ણવી છે. થોડા દિવસ પહેલાં હકાભાના બહેનને રોડ અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક સારવાર મોરબીમાં અપાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
હકાભાના બહેનને માથામાં ગંભીર ઈજાને પગલે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જો કે ગંભીર ઈજા છતા હોસ્પિટલ તંત્ર તરફથી ધ્યાન ન દેવાયાનો હકાભા ગઢવીએ આરોપ લગાવ્યો છે. ગંભીર ઈજાગ્રસ્ત દર્દીનું પણ 5 કલાકે સીટી સ્કેન કર્યું હોવાનું હકાભાએ જણાવ્યું છે. આ ઉપરાંત હકાભા ગઢવીએ જણાવ્યું કે ન્યુરોસર્જન હોસ્પિટલમાં 3 કલાકે પહોંચ્યા હતા. હોસ્પિટલ સ્ટાફનું વર્તન પણ અયોગ્ય હોવાનો હકાભાએ આરોપ લગાવ્યો છે.
હોસ્પિટલ સ્ટાફનું વર્તન અયોગ્ય હોવાનો આરોપ
હકાભાએ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વર્ણવીને રોષ ઠાલવ્યો છે. તેમણે કહ્યુ કે જો તેમના જેવી વ્યક્તિ સાથે આવું થતું હોય છે. તો ગરીબ દર્દીઓ સાથે શું થતું હશે ? સરકાર સત્વરે આ અંગે પગલાં લે તેવી માંગ કરી છે. તેમનું કહેવું છે સરકાર દ્વારા તો તમામ સુવિધાઓ અપાઈ રહી છે. પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો. રાજકોટ સિવિલ એ ગુજરાતનું નાક છે અને આ નાક કાપવાના જ કામ ચાલી રહ્યા છે.
હોસ્પિટલ તંત્રએ તમામ આક્ષેપોનો નકાર્યા
ઘટના 25 ફેબ્રુઆરીની હોવાનું સામે આવ્યું છે. જો કે હોસ્પિટલ તંત્ર દ્વારા આવા તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે. તેમજ સમયસર જ દર્દીની સારવાર કર્યાનો દાવો કરાઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે સાબિતી રૂપે તમામ CCTV ફૂટેજ પણ તેમની પાસે ઉપલબ્ધ છે.
ધારાસભ્ય દર્શિતા શાહે સિવિલ સુપ્રિટેન્ડન્ટ પાસેથી સમગ્ર માહિતી મેળવ્યા બાદ પણ તેમને CCTV તપાસવા માટે જાણ કરી છે. જો કોઈનું પણ વર્તન અયોગ્ય જણાય તો તે મામલે તપાસ કરવા જણાવ્યું છે.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
