આજે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો આજનો ભાવ
આજે દેશભરમાં સોના અને ચાંદીના ભાવ ઉચકાયેલા રહ્યા છે. વર્ષના અંતમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળશે તેવી ધારણા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની અપેક્ષાઓ વધી છે, અને આ વાત ભારતના MCX પર સીધી અસર પડી હતી. રવિવારે સવારે સોના અને ચાંદીના ભાવ મજબૂત રહ્યા હતા.

ઈન્ડિયા બુલિયનના ડેટા અનુસાર, આજે 30 નવેમ્બર 2025ના રોજ સવારે 6:20 વાગ્યે, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,29,640 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹ 1,18,837 હતો. ચાંદીનો ભાવ ₹1,75,000 પ્રતિ કિલો નોંધાયો છે.

સોનાનું લાંબા ગાળાનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. છેલ્લા 20 વર્ષોમાં, સોનામાં આશરે 1500 %નો વધારો થયો છે.

2005માં 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 7,600 હતો. 2025માં 10 ગ્રામ સોનાનો ભાવ વધીને રૂપિયા 1.25 લાખથી વધુ થયો છે.

જો વાર્ષિક ધોરણે સોનાના ભાવની સરખામણી કરીએ તો, 2024ની સરખામણીએ 2025માં સોનાનો ભાવમાં અંદાજે 56 % જેટલો વધારો થયો છે.

રવિવાર 30મી નવેમ્બરના સવારે, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના રૂપિયા 1,29,570 નોંધાયો હતો.

22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,18,773 નોંધાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ કિલોના 1,74,910 નોંધાયો હતો.
નોંધ- સોના અને ચાંદીના ભાવ બુલિયન અને MCX બંનેના આધારે છે. આપ એ ધ્યાને લેવું કે, જ્વેલર્સ પર મેકિંગ ચાર્જ, ટેક્સ અને GSTને કારણે ભાવમાં થોડોઘણો ફેરફાર હોઈ શકે છે.