રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શેરબજારની દમદાર શરૂઆત, સેન્સેક્સ 72 હજારને પાર પહોંચ્યો
Share Market Opening Bell :સોમવારની રજા પછી આજે મંગળવારે શેરબજારમાં જબરદસ્ત એક્શન રહેવાના અનુમાન લગાવાઈ રહ્યા છે. વૈશ્વિક સંકેતો સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી 170 પોઈન્ટના વધારા સાથે 21800 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શેરબજારની દમદાર શરૂઆત થઇ હતી.

Share Market Opening Bell :સોમવારની રજા પછી આજે મંગળવારે શેરબજારમાં જબરદસ્ત એક્શન રહેવાના અનુમાન લગાવાઈ રહ્યા છે. વૈશ્વિક સંકેતો સકારાત્મક છે. ગિફ્ટ નિફ્ટી 170 પોઈન્ટના વધારા સાથે 21800 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એશિયન અને અમેરિકન માર્કેટમાં પણ ખરીદી જોવા મળી રહી છે. અગાઉ શનિવારે તે 259 પોઈન્ટ ઘટીને 71,423 પર બંધ થયો હતો.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ શેરબજારની દમદાર શરૂઆત થઇ હતી. શેરબજારમાં સેન્સેક્સ 72 હજારને પાર પહોંચ્યો હતો.
Stock Market Opening(23 January 2024)
- SENSEX : 71,868.20 +444.55
- NIFTY : 21,716.70 +144.90
વિદેશી બજારોના સંકેત
અમેરિકન શેરબજારો સોમવારના સામાન્ય સત્રમાં લીલા નિશાન પર બંધ થયા છે. S&P 500 ઈન્ડેક્સ સતત બીજા દિવસે લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. ડાઉ જોન્સ પ્રથમ વખત 38,000ને પાર કરવામાં સફળ રહ્યો. Nasdaq 49 પોઈન્ટ વધીને 15360 પર રહ્યો હતો જે 4 જાન્યુઆરી, 2022 પછીનો રેકોર્ડ હાઈ લેવલ છે.
Netflix, Tesla, Abbott, Intel અને IBMના પરિણામો આ અઠવાડિયે જાહેર થવા જઈ રહ્યા છે. માઈક્રોસોફ્ટ અને એપલના પરિણામો આવતા સપ્તાહે જાહેર થશે. મેગા ટેક શેરોમાં આગળની હિલચાલ કમાણી અને વૃદ્ધિના માર્ગદર્શનના આધારે નક્કી કરવામાં આવશે.
એશિયાના બજારોમાં તેજી જોવા મળી રહી છે. બેન્ક ઓફ જાપાનની મોનેટરી પોલિસી મીટીંગ પર નજર રાખીને આજે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ વધ્યો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં પણ લગભગ અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે. હોંગકોંગ અને શાંઘાઈના બજારોમાંથી પણ તેજીના સંકેતો આવી રહ્યા છે.
FIIs-DII ના આંકડા
શનિવારે માર્કેટમાં સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ દિવસે રોકડ બજારમાં રૂપિયા 545.58 કરોડના શેર વેચ્યા છે. FII દ્વારા વેચવાલીનો આ સતત ચોથો દિવસ હતો જ્યારે આ શનિવારના સત્રમાં જ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં કુલ રૂપિયા 719.31 કરોડના શેર વેચ્યા છે.
આજે કઈ કંપનીઓનું પરિણામ જાહેર થશે ?
આજે Granules India, Havells India, Indus Tower, L&T Finance, MGL, Pidilite Industries, United Spirits , REC ,Agro Tech Foods, CG Power, Cyient DLM, ICRA, Indoco Remedies, JSW Energy, KEI Industries, Karnataka Bank, LLoyds Engineering, NCL Industries, Hitachi Energy, Rallis India, Sona BLW, Tanla Platforms, Tata Elxsi, TIPS Industries સહિતની કંપનીઓના પરિણામો જાહેર થવાના છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.