Share Market Opening Bell : ત્રણ દિવસની રજા બાદ શેરબજારમાં તેજી સાથે શરૂઆત, ટાટા અને અદાણી ગ્રુપ તરફથી આવ્યા મોટા સમાચાર
Share Market Opening Bell : ત્રણ દિવસની રજા બાદ આજે સોમવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યુંછે. વૈશ્વિક સંકેતો બજારના મુખ્ય સૂચકાંકોને અસર કરી રહ્યા છે. વૈશ્વિક બજારના કારણે ભારતીય શેરબજારમાં મજબૂતી દેખાઈ રહી છે.

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા બાદ આજે સોમવારે શેરબજારમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યુંછે. વૈશ્વિક સંકેતો બજારના મુખ્ય સૂચકાંકોને અસર કરી રહ્યા છે. વૈશ્વિક બજારના કારણે ભારતીય શેરબજારમાં મજબૂતી દેખાઈ રહી છે.
ગીફ્ટ નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે 21600ની પાર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે. યુએસ ફ્યુચર્સ સુસ્ત છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 359 પોઈન્ટ ઘટીને 70,700 પર બંધ થયો હતો.
Stock Market Opening(29 January 2024)
- SENSEX : 70,968.10 +267.43
- NIFTY : 21,433.10 +80.50
FIIs-DII ના આંકડા
શુક્રવારે સતત 7માં દિવસે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જોવા મળી હતી. FIIએ શુક્રવારે કેશ માર્કેટમાં કુલ ₹2,144.06 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. જ્યારે DII એ આ દિવસે ₹3,474.89 કરોડના શેર ખરીદ્યા છે.
આજે આ કંપનીઓનું પરિણામ જાહેર થશે
આજે Bajaj Finance, BPCL, ITC , NTPC, BEL, GAIL, Vodafone Idea, Marico, Piramal Enterprises, Petronet LNG, Aditya Birla Sun Life, Adani Green, Apollo Pipes, Godfrey Philips, Latent View Analytics, Mahindra Logistics, Nippon Life, Nitin Spinners, Restaurant Brands Asia, Snowman Logistics, Tata Investment, UTI AMC, Venus Pipes અને Voltamp Transformers દ્વારા પરિણામો જાહેર કરવામાં આવશે.
દિગ્ગ્જ ઉદ્યોગ સમૂહ તરફથી આવ્યા મોટા સમાચાર
- Adani Power કંપનીએ ડિસેમ્બર 2023માં પૂરા થતા નાણાકીય વર્ષ 2024ના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં અનેકગણો વધારો જોવા મળ્યો છે. કંપનીનો નફો વધીને 2738 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં 8.8 કરોડ હતો. ત્રીજા ક્વાર્ટરમાં આવક વધીને 12,991.4 કરોડ થઈ છે જે વર્ષ અગાઉના ક્વાર્ટરમાં 7764.4 કરોડ હતી. આવકમાં આ વધારો 67% છે.
- Tata Technologies માં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરના આધારે નફો 160 કરોડથી વધીને 170 કરોડ થયો છે. કંપનીની આવકમાં વધારો થયો છે. તે 1269 કરોડથી વધીને 1289 કરોડ થઈ છે. ત્રિમાસિક-દર-ક્વાર્ટરના આધારે EBIT 188.2 કરોડથી વધીને 209.5 કરોડ થયો છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.