અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયો 48 ટકાનો ઉછાળો

મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાની બે લહેરો છતાં, આ વધારો દર્શાવે છે કે આર્થિક રીકવરી ઝડપી થઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેમાં વ્યક્તિગત આવક પર આવકવેરો, કંપનીઓના નફા પર કોર્પોરેશન ટેક્સ, સંપત્તિ વેરો વગેરેનો સમાવેશ થાય છે.

અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધાયો 48 ટકાનો ઉછાળો
કર બચત માટે રોકાણ - તમારી પાસે કર બચત માટે રોકાણ કરવા માટે આજે 31મી માર્ચનો છેલ્લો દિવસ છે અને જો તમે રોકાણના આધારે કર મુક્તિ મેળવવા માટે નાણાકીય વર્ષ 2021-22માં રોકાણ કરવા માંગતા હોવ તો તમારી પાસે માત્ર આજનો દિવસ બાકી છે. કર બચત માટે તમે 80C અને 80D હેઠળ રોકાણ કરી શકો છો અને આ મોડ્સ પર એક વર્ષમાં ટેક્સમાં રૂ. 1.5 લાખ સુધીની બચત કરી શકો છો.
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 17, 2022 | 11:30 PM

સ્થાનિક અર્થતંત્રમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. નાણા મંત્રાલય (Finance Ministry) દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માટે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં (Direct Tax Collection) 48 ટકાનો વધારો થયો છે. બીજી તરફ એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 41 ટકાનો વધારો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાની બે લહેરો છતાં, આ વધારો દર્શાવે છે કે આર્થિક રીકવરી ઝડપી થઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જેમાં વ્યક્તિગત આવક પર આવકવેરો, કંપનીઓના નફા પર કોર્પોરેશન ટેક્સ, સંપત્તિ વેરો વગેરેનો સમાવેશ થાય છે.

ક્યાં પહોંચ્યું ટેક્સ કલેક્શન ?

નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2021થી શરૂ થતા નાણાકીય વર્ષમાં, 16 માર્ચ, 2022 સુધી પ્રત્યક્ષ કરનું ચોખ્ખું કલેક્શન 13.63 લાખ કરોડ રૂપિયા હતું, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં  9.18 લાખ કરોડ રૂપિયા હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એડવાન્સ ટેક્સ કલેક્શન, જેનો ચોથો હપ્તો 15 માર્ચે હતો, તે 40.75 ટકાની વૃદ્ધિ સાથે વધીને 6.62 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 1.87 લાખ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ ટેક્સનો હિસ્સો લગભગ 53 ટકા છે, જ્યારે 47 ટકા વ્યક્તિગત આવકવેરામાંથી આવ્યો છે, જેમાં શેર પર લાદવામાં આવતા STTનો સમાવેશ થાય છે.

ક્યાંથી કેટલો ટેક્સ મળ્યો ?

જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કોર્પોરેટ ઈન્કમ ટેક્સ 7,19,035.0 કરોડ રૂપિયા હતો, જ્યારે STT સાથેનો વ્યક્તિગત આવકવેરો 6,40,588.3 કરોડ રૂપિયા હતો. રિફંડ એડજસ્ટ કરતા પહેલા નાણાકીય વર્ષ 2021-22 (16 માર્ચ, 2022 સુધી) માટે કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15,50,364.2 કરોડ રૂપિયા હતું. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં  11,20,638.6 કરોડ રૂપિયાના સ્તરે હતું.

નાણાકીય વર્ષ 2019-20 માટે કુલ કલેક્શન 11,34,706.3 કરોડ રૂપિયા હતું અને નાણાકીય વર્ષ 2018-19 માટે કુલ કલેક્શન  11,68,048.7 કરોડ રૂપિયા હતું. વર્તમાન નાણાકીય વર્ષ માટે કુલ કલેક્શનમાં 8,36,838.2 કરોડ રૂપિયાનો કોર્પોરેટ આવકવેરો અને  7,10,056.8 કરોડ રૂપિયાનો વ્યક્તિગત આવકવેરો સામેલ છે.

કુલ કલેક્શનમાં 6,62,896.3નો એડવાન્સ ટેક્સ, 6,86,798.7નો ટીડીએસ, 1,34,391.1 કરોડ રૂપિયાનો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, 55,249.5 કરોડનો રેગ્યુલર એસેસમેન્ટ ટેક્સ અને 7,486.6 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ટેક્સનો સમાવેશ થાય છે. અન્યમાં 3,542.1 કરોડ રૂપિયા છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે 16 માર્ચ, 2022 સુધી સંચિત એડવાન્સ ટેક્સ કલેક્શન 6,62,896.3 કરોડ રૂપિયા રહ્યું જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 4,70,984.4 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો : Paisabazaar દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું છે રોકાણ? તો 25 માર્ચથી બંધ થઈ જશે એકાઉન્ટ, કંપનીએ કહી આ વાત

આ પણ વાંચો : MONEY9: એક પછી એક આફત, ઉડ્ડયન ઉદ્યોગને ક્યારે મળશે રાહત?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati