નાણા મંત્રાલયનો આદેશ, કેન્દ્ર સરકારના તમામ અધિકારી અને કર્મચારી કરશે એર ઈન્ડિયામાં મુસાફરી
ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ ટ્વીટર પર લખ્યું, "સરકારે આજે એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
કેન્દ્ર સરકારના કર્મચારી અને અધિકારી LTC સહિત અન્ય કાર્યાલયના કામ માટે એર ઈન્ડિયામાં જ મુસાફરી કરશે. આ સંબંધિત નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે તમામ મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ આપ્યા છે. ત્યારે એર ઈન્ડિયાએ મંત્રાલયોની ક્રેડિટ સુવિધા પણ સમાપ્ત કરી દીધી છે અને નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને એરલાઈનની બાકી રકમ ચૂકવવા જણાવ્યું છે. સાથે જ એરલાઈન પાસે રોકડામાં ટિકિટ ખરીદવાનો નિર્દેશ આપ્યો છે.
હાલમાં જ કેન્દ્ર સરકારે ટાટા સન્સની સાથે એર ઈન્ડિયાની ખરીદી માટે 18000 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ મહિનાની શરૂઆતમાં સરકારે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના એકમ ટેલેસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 2700 કરોડ રૂપિયારોકડા ચૂકવવા અને એરલાઈનનું કુલ દેવુ 15,300 કરોડ રૂપિયાથી વધારેની જવાબદારી લેવાના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો હતો.
Finance Ministry directs all ministries & departments of Central Govt to clear dues of Air India & purchase tickets from the airline in cash; says Air India, in which Govt recently disinvested its stake, has stopped extending credit facility on account of air ticket purchase pic.twitter.com/yJjo3Is0LF
— tv9gujarati (@tv9gujarati) October 27, 2021
ત્યારબાદ 11 ઓક્ટોબરના રોજ ટાટા જૂથને ઈરાદાનો પત્ર (LOI) જારી કરવામાં આવ્યો હતો. જેમાં પુષ્ટી કરવામાં આવી હતી કે સરકાર એરલાઈન્સમાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવાની ઈચ્છા રાખે છે. ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ ટ્વીટર પર લખ્યું, “સરકારે આજે એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ માટે ટાટા સન્સ સાથે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.”
એર ઈન્ડિયાના ડિરેક્ટર (નાણા) વિનોદ હેજમાડી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સત્યેન્દ્ર મિશ્રા અને ટાટા ગ્રુપના સુપ્રકાશ મુખોપાધ્યાયે શેર ખરીદી કરાર (SPA) પર હસ્તાક્ષર કર્યા હતા. ટાટા સન્સે હવે ડિસેમ્બરના અંત સુધીમાં એરલાઈનની સત્તા હાથમાં લેતા પહેલા કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) સહિત વિવિધ નિયમનકારી સંસ્થાઓ પાસેથી મંજૂરી લેવી પડશે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની 100 ટકા માલિકીના વેચાણની સાથે સરકાર એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ આર્મ AISATSમાં એર ઈન્ડિયાના 50 ટકા હિસ્સાનું પણ વિનિવેશ કરી રહી છે.
આ વર્ષે 31 ઓગસ્ટ સુધી એર ઈન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું હતું
આ વર્ષે 31 ઓગસ્ટ સુધી એર ઈન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું હતું. આ સોદા હેઠળ આ દેવાના 75 ટકા અથવા રૂ. 46,262 કરોડ એક વિશેષ એન્ટિટી એર ઈન્ડિયા એસેટ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ જ ટાટા જૂથને ખોટમાં ચાલી રહેલી એરલાઈન પર નિયંત્રણ આપવામાં આવશે.
ટાટાને એર ઈન્ડિયાની દિલ્હી સ્થિત વસંત વિહાર હાઉસિંગ કોલોની, મુંબઈના નરીમન પોઈન્ટમાં સ્થિત એર ઈન્ડિયા બિલ્ડિંગ અને નવી દિલ્હીમાં એર ઈન્ડિયા બિલ્ડિંગ જેવી નોન-કોર એસેટ પર નિયંત્રણ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટાટાને મળનારા એર ઈન્ડિયાના 141 વિમાનોમાંથી 42 ભાડા પર લીધેલા વિમાન છે, જ્યારે બાકી 99 એર ઈન્ડિયાના પોતાના વિમાન છે.
આ પણ વાંચો: જળ, જમીન અને પર્યાવરણની રક્ષા સાથે રાસાયણિક ખેતીનો મજબૂત વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ