Breaking News : બાપુનગર એપ્રોચ પાસે 18 દુકાનમાં લાગી ભીષણ આગ ! 2-3 મહિલા થઈ બેભાન, જુઓ Video
અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં આગ લાગી છે. ત્યારે દુકાનમાં ભારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2 દુકાનમાં ભીષણ આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદના બાપુનગર એપ્રોચ પાસે દુકાનમાં આગ લાગી છે. ત્યારે દુકાનમાં ભારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2 દુકાનમાં ભીષણ આગ લાગતા ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. પ્રાપ્તથતી માહિતી અનુસાર પહેલા 2 દુકાનમાં આગ લાગી હતી જે વિકરાળ બનતા 18 દુકાન આગની ચપેટમાં આવી હતી. દુકાનમાં ઓઈલ અને જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ વિકરાળ બની હતી. જો હજુ બેઝમેન્ટમાં પણ જ્વલનશીલ પદાર્થ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે ફાયર વિભાગની 2 ગાડી આગ બુઝાવવા કામે લાગી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
2-3 મહિલા થઈ બેભાન
ઉલ્લેખનીય છે કે દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર 2-3 મહિલાઓ પણ આગના કારણે બેભાન થઈ હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ઘટના સામે આવી નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
