ભાગેડુ હર્ષિત બાબુલાલ જૈનની UAEથી ધરપકડ, CBIએ ઇન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ હતી
હર્ષિત બાબુલાલ જૈન કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગના કેસમાં વોન્ટેડ છે. અગાઉ 9 ઓગસ્ટ, 2023 ના રોજ, સીબીઆઈએ ગુજરાત પોલીસની વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા હર્ષિત બાબુલાલ જૈન સામે ઇન્ટરપોલ તરફથી રેડ નોટિસ જાહેર કરી હતી. આરોપીને યુએઈથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો છે અને શુક્રવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો હતો.

હર્ષિત બાબુલાલ જૈન કરચોરી, ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગના કેસમાં વોન્ટેડ છે. અગાઉ 9 ઓગસ્ટ, 2023 ના રોજ, સીબીઆઈએ ગુજરાત પોલીસની વિનંતી પર ઇન્ટરપોલ દ્વારા હર્ષિત બાબુલાલ જૈન સામે ઇન્ટરપોલ તરફથી રેડ નોટિસ જાહેર કરી હતી. આરોપીને યુએઈથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો છે અને શુક્રવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો હતો. વોન્ટેડ ભાગેડુઓ પર નજર રાખવા માટે ઇન્ટરપોલ દ્વારા વિશ્વભરની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને રેડ નોટિસ મોકલવામાં આવે છે.
100 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા
દેશમાં ઇન્ટરપોલ માટે રાષ્ટ્રીય સેન્ટ્રલ બ્યુરો તરીકે સીબીઆઈ, ઇન્ટરપોલ ચેનલો દ્વારા સહાય માટે ભારતપોલ દ્વારા દેશની તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100 થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.
આ પહેલા, મંગળવારે, CBI એ ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંક, ચંદૌસી શાખાના મેનેજર અને ફિલ્ડ ઓફિસરની લાંચ લેતી વખતે રંગે હાથે ધરપકડ કરી હતી. બંને અધિકારીઓ ફરિયાદી પાસેથી 30 હજાર રૂપિયાની ગેરકાયદેસર માંગણી કરી રહ્યા હતા.
શું છે સમગ્ર ઘટના ?
2 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલા કેસમાં, CBI એ જણાવ્યું હતું કે ફરિયાદી અને તેની બહેન ચંદૌસીમાં રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે. વ્યવસાય વિસ્તરણ માટે, ફરિયાદીની બહેને ‘મુખ્યમંત્રી યુવા રોજગાર યોજના’ હેઠળ 3 લાખ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. બેંકે 2.70 લાખ રૂપિયાની લોન મંજૂર કરી હતી, જેમાંથી 1,82,500 રૂપિયા છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ બાકીની રકમ રોકી દેવામાં આવી હતી.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફીલ્ડ ઓફિસરે બાકીની રકમ છૂટા કરવા માટે 35 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ માંગણી શાખા મેનેજર સાથે મળીને કરવામાં આવી હતી. બાદમાં બંને અધિકારીઓ લાંચની રકમ ઘટાડીને 30 હજાર રૂપિયા કરવા સંમત થયા.