Breaking News : ગાંધીનગરના નભોઈ કેનાલમાં કાર ખાબકી, ત્રણના મૃતદેહ મળ્યા, જુઓ Video
ગાંધીનગર જિલ્લાના નભોઈ વિસ્તારમાં નભોઈ કેનાલમાં એક કાર અચાનક ખાબકી. ત્રણ લોકો પાણીમાં ડૂબ્યાં હતા. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા અને 3 લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે.
ગાંધીનગર જિલ્લાના નભોઈ વિસ્તારમાં વધુ એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. નભોઈ કેનાલમાં એક કાર અચાનક ખાબકી ગઈ હતી. કારમાં ત્રણ લોકો સવાર હતા, જેમને બચાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો.
ગાંધીનગર ફાયર બ્રિગેડે તત્કાળ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 3 મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બાકીના અન્ય લોકો સાથે હતા કે કેમ તેને લઈ શોધખોળ ચાલુ છે.
શોધ દરમિયાન તે કાર પણ કેનાલમાંથી મળી આવી છે, જે હાલ તકનીકી સહાયથી બહાર કાઢવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચી ગયાં હતા અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.
ઘટનાને લઈને આજુબાજુમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકો ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. હજુ સુધી કાર ખાબકવાનો ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.