TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
તાજેતર માં L.J. યુનિવર્સિટી, અમદાવાદ એ LJ યુનિવર્સિટી કેમ્પસમાં તેનો બીજો દીક્ષાંત સમારોહ યોજ્યો. દીક્ષાંત સમારોહ માં ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગના લગભગ 2500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. 41 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા.
સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણીનગર - અમદાવાદ ખાતે દિપાવલી - પ્રસંગે સેવા - સમર્પણ - શ્રદ્ધા - સંતોષનો સંદેશ આપતી ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
અમદાવાદની ખાનગી શાળામાં "જુનિયર પ્રભાત"નું ઉદધાટન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે લીડર ઈન મી, એન્વાયર્મેન્ટલ અવેરનેસ, તેમજ ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા વિષયોને લગતી વિદ્યાર્થીઓની પ્રસ્તુતિએ મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
25મી સપ્ટેમ્બર 2024 ના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી તરીકે, એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્મસી, એલ. જે. યુનિવર્સિટિ એ, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન સ્ટુડન્ટ્સ ફોરમ (IPA-SF LJIP) સાથે મળીને એક સમુદાય આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ (IQAC) દ્વારા સંકલિત કરવામાં આવી હતી અને વૃદ્ધાશ્રમના લોકો અને શાળાના વિદ્યાર્થીઓમાં આરોગ્ય અને માસિક સ્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલ, પાટણ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત CBSE ક્લસ્ટર XIII U-19 બોયઝ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં અમદાવાદ બોપલમાં આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલ ગોલ્ડ મેડલ મેળવી વિજયી બની છે.
શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિધ્યાર્થીઓ દ્વારા અંધજનોએ બનાવેલી રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટે "ધ રાખી રેડિયન્સ" યોજાયો. "ઈવેન્ટ દરમિયાન રૂપિયા 49,000 ની રાખડીઓનુ વેચાણ થયું હતું, જેનો સીધો ફાયદો વિઝ્યુઅલી ચેલેન્જ્ડ કારીગરોને થયો.
સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ London - યુકે ખાતે 11 મા પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન, અર્ચન કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે 21 જુલાઈને રવિવાર ગુરુપૂર્ણિમાના નિમિતે જીવનપ્રાણ બાપા, મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાની વાતોની પારાયણ યોજાઈ હતી.
ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2024" નું આયોજન શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે વિધ્યાર્થીઓએ અમદાવાદ સિટી હેરિટેજ ટૂર અને બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનની મુલાકાત પણ લીધી."
ગુજરાતના મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 44 ગામોમાં રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. જેમાં જામનગર જિલ્લામાં 10, રાજકોટ જિલ્લામાં 11, ગાંધીનગર જિલ્લામાં 18, અમરેલી જિલ્લામાં 19, જુનાગઢ જિલ્લામાં 15, તથા સાબરકાંઠા જિલ્લામાં 2, ગામોમાં VYO ના માધ્યમથી કાર્યરત બનેલા રિચાર્જ બોરવેલ લોકાર્પિત થયા.