અમદાવાદના મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ, જુઓ Video

સ્વામિનારાયણ - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે 21 જુલાઈને રવિવાર ગુરુપૂર્ણિમાના નિમિતે જીવનપ્રાણ બાપા,  મુક્તજીવન સ્વામીબાપા, સદ્ગુરૂ શાસ્ત્રી  આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાની વાતોની પારાયણ યોજાઈ હતી.  

Chirag Shah
| Edited By: | Updated on: Jul 21, 2024 | 5:56 PM

અમદાવાદ મણિનગર કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરુનું જીવનમાં શું મહત્વ છે ? તે અંગે જણાવતા કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ગુરુએ આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે. તેથી સૌ કોઈ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે.

આ દિવસે સૌ પોતાની ભક્તિ અને શક્તિ અનુસાર ગુરુનું પૂજન – અર્ચન – વંદન – આરતી કરીને ગુરુને પ્રસન્ન કરે છે. આજના દિવસે શિષ્ય ગુરુના અંનત ઉપકારોમાંથી કિંચિત્‌ ઋણ અદા કરીને મુક્ત થવાનો પ્રયત્ન કરે છે.

ગુરુ જ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક

ભારતીય ધાર્મિક પરંપરામાં ગુરુનું સ્થાન સૌથી ઉંચા શિખરે પ્રસ્‍થાપિત થયેલું છે. ભગવત્ પ્રાપ્તિનું જે મનુષ્યનું મુખ્ય લક્ષ્ય છે તે ગુરુના માગદર્શનથી જ સરળ રીતે પ્રાપ્ત થાય છે. ગુરુ જ આપણને દિવ્યતાના માર્ગ પર દોરી જનાર માર્ગદર્શક છે. જેના જીવનમાં સદ્ગુરૂ નથી તે મનુષ્ય દિશાહિન છે. તેનું જીવન ચંદ્ર વગરની રાત્રિ અને સૂર્ય વગર દિવસ સમાન છે.તેથી જીવનમાં ગુરુ અવશ્ય કરવા જોઈએ.પરંતુ માત્ર ગુરુ કરવાથી કામ થતું નથી. ગુરુકૃપાની સાથે – સાથે તેમને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો પણ કરવા જોઈએ.

શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીનું પ્રવચન

આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આપણા તો અહોભાગ્ય છે કે, આપણને પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરૂ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્ગુરૂ શ્રી મુક્તજીવન સ્વામીબાપા જેવા ગુરુ મળ્યા છે અને સાધુતાની મૂર્તિ એવા સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી જેવા મૂર્તિનો સાક્ષાત્કાર કરનાર સાચા સંત મળ્યા છે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">